Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સક્રિય : જૂનમાંરાહુલ અને પ્રિયંકા ગાંધીની ચાર મોટી જાહેરસભા યોજાશે

રાજ્યમાં 4 સભાઓ માટે ગુજરાત કોંગ્રેસ 4 ઝોનમાં બેઠક કરશે:તમામ ઝોનની બેઠકમાં 1500થી બે હજાર આગેવાનો હાજર રહેશે.

રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. જેમાં જૂન મહિનામાં કોંગ્રેસ 4 ઝોનમાં 4 મોટી સભા કરી શકે છે. દરેક સભામાં રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી હાજર રહેશે.

  રાજ્યમાં 4 સભાઓ માટે ગુજરાત કોંગ્રેસ 4 ઝોનમાં બેઠક કરશે. 19મેના રોજ સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટમાં મહત્વની બેઠક યોજાશે. 21મેના રોજ દક્ષિણ ઝોન માટે સુરતમાં બેઠકનું આયોજન કરાયું છે. 22મેના રોજ મધ્ય ઝોન માટે વડોદરામાં કોંગ્રેસની બેઠક યોજાશે. 23મેના રોજ ઉત્તર ઝોન માટે મહેસાણામાં મહત્વની બેઠક યોજાશે. તમામ ઝોનની બેઠકમાં 1500થી બે હજાર આગેવાનો હાજર રહેશે. લોકસભા, વિધાનસભા અને મહાપાલિકાની ચૂંટણી લડેલા લોકો બેઠકમાં હાજર રહેશે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત લડેલા આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે.

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચિંતન શિબિર કરી રહ્યાં છે. જો કે કોંગ્રેસની ચિંતનશિબિર તેમના પડકારોને લઇને છે જ્યારે ભાજપની શિબિર તેમની આગામી રણનીતિને લઇને છે. કોંગ્રેસ તેનો પંજો ફરી મજબૂત કરવા મથી રહ્યું છે. ભાજપ તેમના વિજયરથને આગળ ધપાવવા ચિંતન કરી રહ્યું છે

, આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ નો રિપિટની થિયરીનો પ્રયોગ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ તમામ રાજકીય પાર્ટીઓમાં ભારે હલચલ મચી જવા પામી છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  કોંગ્રેસ, ભાજપ અને AAP વચ્ચે ત્રી-પાંખીયો જંગ ખેલાશે.ત્યારે હવે રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ બાદ કોંગ્રેસે પણ નો-રિપિટીની થિયરી અપનાવી છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ સર્જાઈ રહ્યાં છે.

(1:10 pm IST)