Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

સાપુતારા: બારીપાડા ગામ નજીક કાર અને બાઈક જોરદાર ટક્કર : બાઇક સવારેને ગંભીર ઇજા

108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

નવસારી : સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર બારીપાડા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. કાર ચાલકે બાઈક સવારોને અડફેટમાં લેતા ચાલકને ઈજા પહોંચી હતી.

આજરોજ બારડોલી તરફ જઈ રહેલી કારના ચાલકે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગ પર બારીપાડા ગામ નજીક શિવારીમાળ ગામનાં યુવાનોની બાઈકને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં મોટરસાયકલ ચાલકને પગનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલીક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. સાપુતારા ઘાટ પાસેના વિસ્તારમાં અકસ્માતોની સંખ્યામાં હાલ વધારો થયો છે. અવારનવાર ઘાટ ચઢતા ઉતરતા અકસ્માત છાશવારે જોવા મળી રહ્યા છે.

(11:37 am IST)