Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

રાજપીપળા કસ્બાવાડના યુવાને ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો : રાજપીપળા સિવિલમાં સારવાર માટે લવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળાના કસ્બાવાડ માં રહેતા યુવાને પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે જોકે આ ઘટનામાં યુવાનની બચાવ થયો હોય રાજપીપળા પોલીસે ફરિયાદ માટે કાર્યવાહી હાથ ધરી છે.
રાજપીપળા સિવિલ હોસ્પિટલ માથી મળતી માહિતી મુજબ રાજપીપળા કસ્બાવાડમાં રહેતા સરફરાઝભાઈ મુસ્તાકભાઈ કાજી (૩૮) એ આજે સવારે પોતના ઘરના હુક ઉપર બેલ્ટ બાંધી ફાંસો ખાવા માટે લટકી પડ્યા હતા એ જ સમયે તેમની નાનો ભાઈ આશિક ત્યાં આવી જતા આ દ્રશ્ય જોઈ ગભરાઈ ગયો અને બૂમાબૂમ કરતા બધા ભેગા થયા સરફરાઝભાઈ ને મોતના મુખમાંથી બચાવી લીધા બાદ રાજપીપળા સિવિલમાં લવાયા હતા ફરજ પરના તબીબે આ બાબતે પોલીસ સ્ટેશનમાં વર્દી આપતા પોલીસે ફરિયાદ લેવા કાર્યવાહી હાથ ધરી છે.જોકે સિવિલ માં હાજર તેના પરિવારજનોના જણાવ્યા મુજબ તેના પત્ની સાથે છૂટાછેડા નો કેસ ચાલુ હોય તેના ટેન્શનમાં આવી સરફરાઝભાઈએ આ પગલું ભર્યું છે ત્યારે સત્ય હકીકત શું છે એ પોલીસ તપાસ બાદ જાણવા મળશે.

(10:28 pm IST)