Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મોડાસા સહીત ધનસુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરનાર ચાર વાહનોને ખાણ ખનીજ વિભાગની ટીમે જપ્ત કર્યા

મોડાસા:મોડાસા અને ધનસુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરી ગેરરીતીઓ આચરતા ૪ વાહનોને ખાણ ખનીજ વિભાગની ટીમે કબ્જે કરી લીધા હતા અને આ કસૂરવારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જિલ્લા ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા પંથક વિસ્તારમાં ચેકીગં હાથ ધરાયું હતું. વિભાગના આ ચેકીંગ દરમ્યાન મોડાસા-મેઘરજ રોડ ઉપરથી પસાર થતાં એક ડમ્પર ને અટકાવી ચેકીંગ કરાતાં આ વાહનમાંથી ઓવરલોડ ખનીજનો જથ્થો ઝડપાયો હતો.જયારે આ ટીમ દ્વારા મોડાસાના બાયપાસ માર્ગ ઉપર થી રોયલ્ટી વગર રેતી લઈ પસાર થતું એક ડમ્પર ઝડપી લેવાયું હતું.

 જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ધનસુરા નજીક થી પસાર થતા અને રોયલ્ટી પાસ વગર બ્લેકટ્રેપ અને કોલસાનું વહન કરતાં બે ડમ્પરો ઝડપી પડાયા હતા.આ ચેકીંગમાં વિભાગે રૂ.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કસૂરવારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.  

(5:50 pm IST)