Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રાજ્યમાં સંભવિત ‘તૌકતે’ વાવાઝોડાના પગલે ઍનડીઆરઍફની ટીમ ઍકશનમાં: સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જીલ્લામાં ૧૦ ટીમો મોકલાશે

અમદાવાદ: રાજ્યમાં સંભવિત તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાતનું તંત્ર સાબદુ થયું છે. આ સંકટ સામે એનડીઆરએફની ટીમો સુકાન સંભાળ્યું છે. સયક્લોનને લઇ NDRF એક્શનમાં આવી ગયું છે. રાજ્યમા અલગ અલગ જિલ્લાઓમા NDRF ની 15 ટીમ મોકલાશે. જેમાં સૌથી વધુ અસરકારક રહેશે તેવા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લામા 10 ટીમો મોકલાશે. તેમજ કેટલીક ટીમો રિઝર્વ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. વડોદરા હેડક્વાર્ટર ખાતે 8 ટીમ, જ્યારે કે ગાંધીનગર ખાતે 2 ટીમ સ્ટેન્ડબાય રહેશે.

કયા જિલ્લામાં કેટલી ટીમ મોકલાશે

- ભાવનગર ૧

- અમરેલી ૨

- ગીર સોમનાથ ૨

- પોરબંદર ૨

- દ્વારકા ૨

- જામનગર ૨

- રાજકોટ ૨

- કચ્છ ૨

કોરોનાને કારણે ટીમને અપાઈ સ્પેશિયલ કીટ

રાજ્યમાં તોકતે વાવાઝોડાની દહેશતના પગલે ndrf ની ટીમ તૈયાર થઈ છે. વડોદરાના જરોદ ખાતેના ndrf હેડ ક્વાર્ટર ખાતેથી 2 ટીમ રવાના ગીર સોમનાથ જવા રવાના થઈ છે. Ndrf ના હેડ ક્વાર્ટર પર બીજી 15 ટીમો સ્ટેન્ડબાય રહેશે. તંત્રના આદેશ મળતાં જ આ ટીમો રવાના થઈ જશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેયિશિલ સ્યુટ પણ સાથે લઈ નીકળી છે.

વાવાઝોડાથી જખૌ બંદરને સૌથી વધુ નુકસાન થવાની ભીતી

રાજકોટમાં તૌકતે વાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. રાજકોટ એરપોર્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે. જે અલગ અલગ જિલ્લામા જશે. તો બીજી તરફ, કચ્છનું તંત્ર તૌકતે વાવાઝોડા સામે ટકરાવવા સાબદુ થયું છે. આજે સાંજ સુધીમાં જખૌ બંદર ખાતે વસતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડી લેવાશે. આ માટે આશ્રય સ્થાનો નક્કી કરાયા છે, જે તેમને ખસેડાશે. જખૌમાં નુકસાનીની સંભાવના વધારે હોવાથી પ્રાંત અધિકારીએ પોલીસ અને ટીડીઓને સ્થળાંતરની જવાબદારી સોંપી છે. જખૌ બંદરે 200 માછીમારી બોટ પરત આવી ગઇ છે. હાલમાં 28 બોટ હજી પણ દરિયાની અંદર છે. માછીમારો દ્વારા બોટને સલામત સ્થળે લાંગરવામાં આવી રહી છે. જેથી બોટને કોઈ નુકસાન ન થાય સાથે જ માછીમારી માટે ટોકન આપવાનું પણ બંધ કરાયું છે.

(5:20 pm IST)