Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગુજરાત સહીત પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો: ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

કેરળ.. કર્ણાટક. ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારા વિસ્તારમાં ટીમો તૈનાત : હવામાન વિભાગે મુંબઇ અને થાણે માટે યેલો એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી : અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવુ દબાણ હવે શક્તિશાળી વાવાઝોડુ બની રહ્યું છે.. જેને લઇને પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો તોળાઇ રહ્યો છે.. હવામાન વિભાગે કેરળ.. કર્ણાટક.. મહારાષ્ટ્ર.. ગોવા અને ગુજરાતના સમુદ્ર કિનારે વાવાઝોડાની ચેતવણી આપી છે.. આ વાવાઝોડાને તૌકતે નામ આપવામાં આવ્યું છે. ચક્રવાતના કારણે કર્ણાટક. કેરળ અને ગોવાના સમુદ્ર કિનારે ઉંચા મોજા ઉછળી રહ્યા છે

હવામાન વિભાગે મુંબઇ અને થાણે માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારે પવનની સાથે વરસાદની સંભાવના દર્શાવાઇ છે.. જ્યારે કે ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાતને લઇને એનડીઆરએફની 53 ટીમોને તૈયાર કરવામાં આવી છે.

આ ટીમોને કેરળ.. કર્ણાટક.. ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી રહી છે.. એનડીઆરએફની 53માંથી 24 ટીમોને પહેલા જ તૈનાત કરી દેવાઇ છે.. જ્યારે કે બાકીની ટીમોને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે.

(12:09 am IST)