Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વડાપ્રધાનની 20 લાખ કરોડની જાહેરાત છતાં શ્રમિકોનુ પગપાળા વતન જવું અટકતું નથી:૧૨ શ્રમિકો પાનોલીથી એમ.પી જતાં રાજપીપળામા આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડાપ્રધાને ટી.વી ઉપર આવી ને ૨૦ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ ની મસમોટી જાહેરાત કરી, અને દેશ ના લોકો ને આત્મનિર્ભર બનવાનો એક નવો મંત્ર આપ્યો. અને ૨૦ લાખ કરોડ માથી દેશ ના કયા વર્ગ ને કેટલાં પૈસા મળશે?કેવી રીતે મળશે.?ક્યારે મળશે ?એ જવાબ આપવાની જવાબદારી નાંણા મંત્રી નિર્મળા સિતારામણને માથે નાંખી ગયાં.ત્યારે દેશનો મધ્યમ વર્ગ ટી.વી સામે પોતાના માટે કંઈક રાહત જાહેર થશે તેવી આશા રાખી બેઠો હતો તે પણ પીએમ ના આત્મનિર્ભર વાળા શબ્દો ના વારંવાર ઉચ્ચારણ થી માથું ખંજવાળવા લાગ્યો હતો.
હાલ ટી.વી ઉપર જે દ્રશ્યો જોવા મળી રહ્યાં છે તેમાં લોકડાઉન ને કારણે હાલ સૌથી વધુ હેરાનગતી પામેલાં શ્રમિકો એ વતન ની વાટ પકડી અને એની સાથે થઈ રહેલાં સંખ્યાબંધ અપમૃત્યુઓના બનાવો,પગપાળા જઈ રહેલી ગર્ભવતી મહીલાઓ,સાયકલ ઉપર બાળકોને બેસાડી 1000 કી.મી સુધી વતન જવાનો સાહસ ખેડવા મજબૂર બનેલા મજુરો, બિસ્કીટ ના એક પડીકા માટે પણ ઝગડી રહેલા લોકો ના આવી રહ્યા છે.
આવાજ ૧૨ જેટલા શ્રમિકો નો એક સમુહ રાજપીપળા માથી માથે સામાન મુકી ને પસાર થઈ રહ્યો હતો, તેમને પુછતાં જાણવા મળ્યું કે તે પાનોલી થી આવી રહ્યા છે અને મધ્યપ્રદેશ જઈ રહ્યા છે.તંત્ર ની મદદ બાબતે પુછતાં તેમણે જણાવ્યું કે કોઈ મદદ નથી મળી અમને સરકાર ઉપર હવે ભરોસો રહ્યો નથી એટલે અમે પગપાળા જ નિકળી જવાનુ યોગ્ય માન્યું છે, રાજપીપળા ના એક સંગઠને તેમને જમાડવાની વ્યવસ્થા ઉભી કરી હતી.ત્યારે આ હતો દેશના લોકો ને આત્મનિર્ભર બનવાનો પી.એમ નો એક નવો મંત્ર...??!

(9:52 pm IST)