Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પોલીસ,જીઆરડી,સફાઈ કામદારો સહિતનાને કોરોના વોરિયર્સ સન્માન યોજનામાં માનદ વેતન આપવા ડેડીયાપાડા ધારાસભ્યની સીએમને રજુઆત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસ COVID -19 W.H.0. ધ્વારા પેન્ડેમીક જાહેર કરેલ છે.આ સ્થિતિને ધ્યાને લઈ તારીખ ૧૩માર્ચના નોટિફીકેશનથી રાજયમાં “ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન,૨૦૨૦ બહાર પાડવામાં આવ્યું છે.ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર રાજયમાં આ રોગને અટકાવવા અસરકારક પગલાઓ હાથ ધરવામાં આવે છે.
  રાજય સરકાર દ્વારા કોરોનાની અસરોને પહોચી વળવા રોગ નિયંત્રણની કામગીરી સધન બનાવવામાં આવી છે. આ ઉત્પન્ન થયેલ રોગચાળાની પરિસ્થિતિમાં પોતાની તથા પોતાના પરિવારની પરવા કર્યા સિવાય અવરિત અભુતપુર્વ કામગીરી કરીને પોલીસ અધિકારીઓ એસ. આર.પી.પેરામિલિટ્રીના કર્મચારીઓ,જી.આર.ડી. કર્મચારી ઓ તથા,સફાઈ કર્મચારીઓને કાયદો વ્યવસ્થા જળવાઈ એ રીતે લોકડાઉનનું ચુસ્ત પણે અમલવારી કરાવેલ છે. તેમની કામગીરી ને અનેક રાજયો દ્વારા પણ બિરદાવામાં આવી છે.તેમની ઉતકૃષ્ટ કામગીરીની કદર રૂપે આરોગ્ય કર્મચારીઓની જેમ મુખ્યમંત્રી  કોરોના વોરિયર્સ સન્માન યોજના હેઠળ માનદ મહેનતાણું આપવામાં આવે તો તેમને પણ પ્રોત્સાહન મળશે જો આમ ન કરવામાં આવે તો આ અધિકારીઓ કે કર્મચારી ઓ તથા સફાઈ કમચારીઓનું મોરલ તુટશે એવુ જણાઈ રહયુ હોય જેથી તાત્કાલીક તેમને માનદવેતન મળે જેથી તેમનું મનોબળ જળવાઈ રહે અને દેશ ઝડપ થી કોરોના વાયરસ ની નાગચૂડમાં થી મુક્ત થાય તેવી લેખિત રજુઆત નર્મદા જીલ્લા ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ સી.વસાવા દ્વારા સી.એમ.રૂપાણી ને કરવામાં આવી છે

(9:46 pm IST)