Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ગુજરાત : છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૦ નવા કેસો, ૨૦ના મૃત્યુ

ગુજરાતમાં હજુ સુધી ૧૨૭૮૫૯ ટેસ્ટ કરાયા : અમદાવાદમાં ૨૬૧ નવા કેસ, ૧૪ લોકોના મોત : સુરત ૩૨ વડોદરામાં ૧૫ અને રાજકોટમાં ૧૨ કેસ સપાટીએ

અમદાવાદ,તા.૧૫ : સમગ્ર ભારતમાં કોરોનાનો આતંક યથાવતરીતે જારી છે. દેશમાં અનેક રાજ્યોની સ્થિતિ ખુબ જ ખરાબ થયેલી છે જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૪૦ નવા કેસ સામે આવ્યા છે અને ૨૦ દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે ૨૮૨ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૯,૯૩૨ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૬૦૬એ પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ સુધી ૧૨૭૮૫૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ૯૯૩૨નો રિપોર્ટ પોઝિટિવ અને ૧૧૭૯૨૭નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

       જે વિસ્તારોમાં કેસ નોંધાયા હતા તેમાં સૌથી વધુ અમદાવાદમાં ૨૬૧ કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં ૩૨, વડોદરામાં ૧૫, રાજકોટમાં ૧૨, પાટનગર ગાંધીનમાં ૧૧ અને સાબરકાંઠામાં ૨ નવા કેસ નોંધાયા હતા. મૃત્યુ પામેલ દર્દીઓ અંગે વાત કરતા અગ્ર સચિવ જ્યંતિએ રવિએ કહ્યું હતું કે, રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૦ લોકોના મોત થયા છે. અમદાવાદમાં  ૧૪, સુરતમાં ૩, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં એક એક દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મોતનો આંકડો વધીને ૬૦૬ ઉપર પહોંચી ચુક્યો છે.  મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, એનએફએસએ  કાર્ડ ધારકોને અનાજ વિતરણ તારીખો જાહેર કરવામાં આવી છે. ઘંઉ, ચોખા, દાળ ખાંડા અને મીઠું એપ્રિલમાં જે રીતે આપવામાં આવ્યા હતા એ રીતે મે મહિનામાં આપવામાં આવશે.

       આ ઉપરાંત એનએફએસએ કાર્ડ ધારકોને ભારત સરકારની યોજના પ્રમાણે વધારાના સાડા ત્રણ કિલો ઘંઉ અને દોઢ કિલો ચોખા પણ આ સાથે જ આપવામાં આવશે. આ સમગ્ર વિતરણ ૧૭ મેથી ૨૭ મે સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. રાશનકાર્ડના છેલ્લા આંકડાના આધરે વિતરણ કરવામાં આવશે. ૧૭થી ૨૭ મે સુધી જે અનાજ વિતરણ કરવામાં આવશે તે અમદાવાદમાં વિતરણ કરાશે નહીં. અમદાવાદ શહેરના મધ્યમવર્ગીઓ પાસે એપીએલ કાર્ડ ધારકોને ૧૮થી ૨૩ મે વચ્ચે રાશન આપવામાં આવશે. આ વિતરણ પ્રક્રિયા પણ રાશન કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે રહેશે. અગાઉ ગઇ ૨૧ એપ્રિલે ગુજરાત ૨,૧૭૮ પોઝિટિવ કેસ સાથે સમગ્ર દેશમાં બીજા સ્થાને સૌથી વધુ કેસ ધરાવતું રાજ્ય બન્યું હતું. તે પૂર્વે ૧૯ એપ્રિલે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું હતું અને તે દિવસે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨,૬૨૪ હતી. આમ ૨૪ દિવસ બાદ ફરી ગુજરાત સમગ્ર દેશમાં ફરી ત્રીજા સ્થાને આવ્યું છે.

       ધોબી, વાળંદ, ઈલેક્ટ્રિશિયન, કરિયાણા વેપારીઓ, શ્રમિકો તથા કારીગરો જેવા ૧૦ લોકોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂ. ૧ લાખ સુધીની લોન રાજ્યની કો-ઓપરેટિવ બેન્કો, જિલ્લા સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટી દ્વારા માત્ર ૨ ટકાના વાર્ષિક વ્યાજે આપશે. આવી લોન સહાય મેળવવા માટે લાભાર્થીએ માત્ર એક અરજી કરવાની રહેશે. આવી લોન પર ૧૦થી ૧૨ ટકાનો માર્કેટ રેટ લેવાતો હોય છે.

રાજ્યમાં ક્યાં કેટલા કેસ....

ગુજરાતમાં કુલ મૃતાંક વધીને ૬૦૬ થયો

અમદાવાદ,તા.૧૫ : સમગ્ર ભારતમાં કોરોનાનો આતંક યથાવતરીતે જારી છે. દેશમાં અનેક રાજ્યોની સ્થિતિ ખુબ જ ખરાબ થયેલી છે જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૪૦ નવા કેસ સામે આવ્યા છે અને ૨૦ દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે ૨૮૨ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૯,૯૩૨ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૬૦૬એ પહોંચ્યો છે.

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

૬૯૧૦

૪૬૫

૨૨૪૭

વડોદરા

૬૦૫

૩૨

૩૬૩

સુરત

૯૮૩

૪૪

૫૭૪

રાજકોટ

૬૬

૦૨

૫૧

ભાવનગર

૧૦૩

૦૭

૪૬

આણંદ

૮૨

૦૭

૭૦

ભરૂચ

૩૨

૦૨

૨૫

ગાંધીનગર

૧૪૬

૦૫

૬૧

પાટણ

૩૪

૦૨

૨૨

નર્મદા

૧૩

૦૦

૧૨

પંચમહાલ 

૬૮

૦૪

૩૭

બનાસકાંઠા

૮૩

૦૩

૪૧

છોટાઉદેપુર

૨૧

૦૧

૧૪

કચ્છ

૧૪

૦૧

૦૬

મહેસાણા

૭૩

૦૨

૩૭

બોટાદ

૫૬

૦૧

૨૯

પોરબંદર

૦૪

૦૦

૦૩

દાહોદ

૨૦

૦૦

૦૧

ખેડા

૩૩

૦૧

૧૪

ગીર-સોમનાથ

૨૨

૦૦

૦૩

જામનગર

૩૩

૦૨

૦૨

મોરબી

૦૨

૦૦

૦૧

સાબરકાંઠા

૨૭

૦૨

૦૯

મહીસાગર

૪૭

૦૧

૩૫

અરવલ્લી

૭૬

૦૨

૨૨

તાપી

૦૨

૦૦

૦૨

વલસાડ

૦૬

૦૧

૦૪

નવસારી

૦૮

૦૦

૦૭

ડાંગ

૦૨

૦૦

૦૨

દેવભૂમિ દ્વારકા

૧૨

૦૦

૦૦

સુરેન્દ્રનગર

૦૩

૦૦

૦૧

જૂનાગઢ

૦૪

૦૦

૦૨

અમરેલી

૦૧

૦૦

૦૦

અન્ય રાજ્ય

૦૧

૦૦

૦૦

કુલ

૯,૫૯૨

૫૮૬

૩,૭૫૩

(9:41 pm IST)