Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમદાવાદ: રેડ ઝોન હોવા છતાં પણ પોલીસે લાલ દરવાજા પથ્થરકૂવા નજીક પટવા શેરીમાંથી 40 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ:કોરોના મહામારીના કારણે અમદાવાદમાં લોકડાઉનનો કડક અમલ કરવાના દાવા પોલીસ કરી રહી છે, તો બીજી તરફ લાલ દરવાજા પથ્થરકુવા નજીક પટવા શેરીમાંથી 40 કિલો ગૌમાંસનો જથ્થો પકડાયો છે.

અમદાવાદમાં કોટ વિસ્તાર સહિતના એરીયામા ગઈકાલ સુધી દૂધ અને દવા સિવાય કોઈપણ ચીજવસ્તુ મળતી હતી. કોટ વિસ્તારમાં પ્રવેશવાના તમામ માર્ગો બંધ કરીને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં ગૌમાંસ લાલ દરવાજા સુધી કેવી રીતે પહોંચ્યુ તે તપાસનો વિષય છે. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

(5:59 pm IST)