Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પેટીએમ કેવાયસી કરવાના બહાને શખ્સે 14 લાખ જેટલી રકમની ઓનલાઇન છેતરપિંડી કરતા ગુનો દાખલ

અમદાવાદ:આંબાવાડીમાં સન આશકા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય કુમાર ભીસમ ભાઈ દેસાઈ ઉંમર વર્ષ 72 પરિમલ ગાર્ડન ખાતે ICICI બેન્ક જીએમસી હાઉસ બ્રાન્ચમાં તેમનું, તેમની પત્નીનું અને પુત્રનું બેન્ક એકાઉન્ટ ધરાવે છે.

વિનય કુમારના એકાઉન્ટ સાથે બંને એકાઉન્ટ લિંક કરેલા છે. દરમિયાન વિનય કુમારના મોબાઈલ પર પેટીએમ કેવાયસી કરવાનું છે. એવો ફોન આવ્યો હતો ત્યારબાદ શખ્સે બેંકના ક્રેડિટ કાર્ડની વિગતો અને મોબાઈલ નંબર પર આવેલા OTP નંબર માગતા વિનય કુમારે માહિતી મોબાઈલ કરનાર શખ્સને આપી હતી.

દરમિયાન શખ્સે વિનયકુમાર તેમના પત્ની અને પુત્રના ખાતામાંથી 1412192 રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેકશન કરી છેતરપિંડી કરી હતી. જેથી વિનય કુમારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)