Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વડોદરામાં ઓન ડયુટી એસએસજી હોસ્પિટલ લખેલ કારમાં દારૂની હેરાફેરી થતું હોવાનું નેટવર્ક ક્રાઇમ બ્રાંન્ચે ઝડપી પાડ્યું

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં ઓન ડયુટી એસએસજી હોસ્પિટલ લખેલી કારમાં દારૃની હેરાફેરી કરવાનું નેટવર્ક ક્રાઇમ  બ્રાન્ચે ઝડપી પાડયું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં દારૃની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળતાં પીઆઇ જે જે પટેલ અને ટીમે વોચ રાખી હતી.જે દરમિયાન આજે લાલરંગની તવેરા કાર પકડાઇ હતી.

પોલીસના ચેકિંગથી બચવા માટે ખેપિયાઓએ કારના આગળના ભાગે ઓન ડયુટી એસએસજી હોસ્પિટલ..નો સિક્કા વગરનો કાગળ ચોંટાડયો હતો.જ્યારે,કારની સીટો નીચે લાકડાના ખાના બનાવવામાં આવ્યા હતા.પોલીસે પરશુરામ ભઠ્ઠામાં કારને રોકી તપાસ કરતાં સીટ નીચેથી દારૃની નાની ૧૫૮ નંગ બોટલો (કિંમત રૃા.૭૯૦૦) મળી હતી.પોલીસે દારૃની હેરાફેરી કરતા રવિ ભંવરસિંહ રાજપૂત (રહે.સાકાર એપોલન, સમા-સાવલી રોડ) અને નટુ રણછોડભાઇ મારવાડી (રહે.મારવાડી મહોલ્લો, પરશુરામનો ભઠ્ઠો)ની ધરપકડ કરી હતી.

(5:57 pm IST)