Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમદાવાદ: પોલીસે બાતમીના આધારે સાબરમતી નદીના પટમાંથી દારૂનો જથ્થો ઝડપી ઇનોવા કારમાં બેઠેલ ત્રણ શખ્સો પૈકી બે ની ધરપકડ કરી

અમદાવાદ: કોરોના વાઈરસને પગલે જાહેર કરાયેલા લોકડાઉનના કડક અમલના દાવા થઈ રહ્યા છે. જ્યારે બીજીતરફ શહેરમાં દારૃની હેરાફેરી વધી રહી છે. પીસીબી પોલીસે માહિતીને આધારે સાબરમતી નદીના પટમાંથી દારૃનો જથ્થો લઈને આવી રહેલી ઈનોવા કારનો પીછો કરતા તેમાં બેઠેલા ત્રણ શખ્સો કાર મુકીને આગી ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી વિવિધ બ્રાન્ડનો .૪૪ લાખનો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે આનંદનગરમાં એક્ટીવામાં વિદેશી દારૃનો જથ્થો લઈને જતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રથમ બનાવની વિગત મુજબ પીસીબીને માહિતી મળી હતી કે કોટેશ્વર મહાદેવની પાછળ સાબરમતી નદીના પટમાં સાબરમતી છારાનગરમાં રહેતા રતન લક્ષ્મણ છારા તથા રોહીત ઉર્ફે રોહિત લક્ષ્મણ છારા ભેગા મળીને રાજસ્થાનના ભરત ઉર્ફે લંગડો ઉદાડી ડાંગી પાસેથી વિદેશી દારૃનો જથ્થો મંગાવીને સાબરમતી નદીના પટમાં ઝાડી ઝાંખરામાં છુપાવીને વેચે છે. તે સિવાય હાલમાં તેમમે મંગાવેલો દારૃનો જથ્થો ઈનોવા કારમાં ભરીને મધર ડેરી પાસેથી નદીના પટમાં કાચા રસ્તે જવાના છે.

(5:56 pm IST)