Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વડોદરાની માંજલપુર સાંઈ ચોકડી નજીક લોકડાઉન દરમ્યાન દુકાનમાં દારૂ,સિગારેટ સહીત ગુટખાનું વેચાણ કરતા આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી

વડોદરા:શહેરમાં માંજલપુર સાંઇ ચોકડી પાસેની દુકાનમાં લોકડાઉન દરમિયાન દારૃ અને સીગારેટ, ગુટખા વેચતા આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

લોકડાઉન દરમિયાન પણ કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ગુટખા અને બીડી, સીગારેટનું વેચાણ કરવામાં આવે છે. માંજલપુર સાંઇ ચોકડી પાસે આવેલા સુવર્ણ કોમ્પલેક્ષમાં ઓમસાંઇ નામની દુકાનમાં તમાકુની પ્રતિબંધિત વસ્તુઓ અને દારૃ વેચાતો હોવાની માહિતી માંજલપુર પોલીસને મળી હતી. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ પાડતાં ત્રણ લિટર દેશી દારૃ, બીડી, સીગારેટ અને ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ દુકાનદાર રાકેશ ઘનશ્યામભાઇ પટેલ (રહે. સુવર્ણ કોમ્પલેક્ષ)ની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે

(5:55 pm IST)