Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સુરતમાં લોકડાઉનમાં આર્થિક તંગીથી કંટાળી યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત:લોકડાઉનના લીધે કામકાજ બંધ હોવાથી નાણાકીય તકલીફ પડતા લિંબાયતમાં યુવાને ગઈકાલે રાત્રે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ, લિંબાયતમાં ન્યુ દ્વારકેશનગર સોસાયટીમાં રહેતા 37 વર્ષીય અશોકભાઈ ભિવાભાઈ કોળી ગઈકાલે રાત્રે તેમની પત્ની રોટલી બનાવવા માટે લોટ લેવા માટે ગયા હતા તે સમયે તે ઘરમાં એકલા હોવાથી લોખંડની ગ્રીલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

નોંધનીય છે કે, અશોકભાઈ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની હતા તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. તે પરિવારનું ભરણપોષણ કરવા માટે પ્લમ્બરનું કામ કરતા હતા. જોકે લાંબા સમયથી ચાલી રહેલા લોકડાઉનના લીધે કામકાજ બંધ હતું. જેને કારણે તેમને નાણાકીય તકલીફ પડતી હોવાથી ઘર ચલાવવામા પણ મુશ્કેલી પડતી હતી. લોક ડાઉન દરમિયાન સેવાભાવી સંસ્થા કે પાલિકા દ્વારા ફુડ પેકેટ કે જમવાનું તેમના પરિવારના સભ્યોને આપતા હતા તે ભોજન કરીને દિવસ ગુજારતા હતા.

(5:55 pm IST)