Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મહેસાણા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો:લાંદ્યણજ લોકઅપમાં પાંચ કેદીઓ સહીત જિલ્લામાં એક યુવાન પોઝિટિવ

મહેસાણા:જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. ગુરુવારે લાંઘણજ પોલીસ મથકમાં લોકઅપમાં રાખવામાં આવેલી પાંચ આરોપીઓ અને છઠીયારડાના એક યુવાન સહિત જિલ્લામાં કોરોના પોઝીટીવ વધુ કેસો સામે આવ્યા છે. આરોગ્યની ટીમ દ્વારા લાંઘણજ પોલીસ મથક તેમજ ચલુવા ગામમાં સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીઓ સહિતના લોકોની તપાસ શરૃ કરાઈ છે.

લાંઘણજ પોલીસ દ્વારા મહેસાણા તાલુકાના ધાધુસણ ગામ નજીક આવેલા એલ એન્ડરી કંપનીના સ્ટોર ઉપર અગાઉ થયેલી ચોરીના ગુનામાં તા.૧૦--૨૦૨૦ના રોજ આંશીક હેમતાજી ઠાકોર સહિત આરોપીઓની જ્યારે ચલુવા ગામમાં થયેલ મારામારીના કેસમાં તા.૧૧--૨૦૨૦ના રોજ ભરત વસમાજી ઠાકોર સહિત બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓની તપાસ દરમિયાન કોરોના અંગેના સેમ્પલ બુધવારે લેવામાં આવ્યા હતા. જેનો ગુરુવારે પોઝીટીવ આવતાં હડકંપ મચી ગયો છે. ઉપરાંત છઠીયારડાના ઉમરાવખાન મહેબુબખાન બેલીમ (૪૯) પણ કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતાં તેઓનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આમ, મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ ઉત્તરોત્તર વધી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસમાં ૨૧ પોઝીટીવ કેસો નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગયો છે.

(5:52 pm IST)