Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બી.પી.એલ. રેશન કાર્ડધારકોને ૧૭મીથી મફત અનાજ વિતરણઃ લોન માટે ફોર્મ ૨૧મીથી અપાશે

ગઈકાલ રાત સુધીમાં ૪.૭૨ લાખ શ્રમિકોને વતન મોકલાયાઃ અશ્વિનીકુમાર

 ગાંધીનગર, તા. ૧૫ :. રાજ્યના મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આજે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે રાજ્યમાં બી.પી.એલ. કાર્ડધારકોને મળવા પાત્ર ઘઉં, ચોખા, દાળ, મીઠુ, ચોખા આપવાની વિતરણના તા. ૧૭ થી ૨૭મે વચ્ચે પુરી કરવામાં આવશે. આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત તા. ૨૧થી લોનના ફોર્મનું વિતરણ થશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે એપ્રિલ માસમાં આપવામાં આવેલ તેમજ અનાજ પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના મુજબ આપવામાં આવી રહ્યુ છે. આમા બાકી રહેલ લોકોને એનએફએસએ લોકોને વિતરણ કરવામાં આવશે.

આ વિતરણની કામગીરી દરમ્યાન ૧૭ મેથી ૨૭ મે સુધી બાકી રહેલ લોકોને ૨૭ મેના રોજ ચેકઅપ રાઉન્ડ તરીકે આપવામાં આવશે.

આ વ્યવસ્થા અમદાવાદ શહેરને લાગુ પડશે નહિં અમદાવાદ શહેરમાં રહેતા મધ્યમ વર્ગીય એપીએલ કાર્ડ ધારકોને ૧૮ મે થી ર૩ મે દરમ્યાન આપવામાં આવશે.

આ રેશનમાં ઘઉં, ચોખા, દાળ જે નિયત કરેલ છે તે મુજબ આપવામાં આવશે. આની વ્યવસ્થા રાજય સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં કરવામાં આવી છે.

રાજય સરકાર કોઇપણ સંજોગોમાં કોઇને અન્યાય ન થાય તેની પુરતી કાળજી રાખવામાં આવશે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અનાજ વિતરણ ર૭ મે સુધી કરવામાં આવશે. નિર્ધારીત કરેલ દિવસો મુજબ આપવામાં આવશે. અમદાવાદ શહેરના એપીએલ કાર્ડ ધારકોને અન્યાય ન થાય તેની કાળજી પૂરી લેવામાં આવશે. નવી તારીખ હવે પછી જાહેરાત કરવામાં આવશે.

રાજય સરકાર દ્વારા ગઇકાલે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રહેતા નાના અને મધ્યમ વર્ગના લોકોને લાભ આપવામાં આવશે તેમાં ૧૦ લાખ લોકોને લાભ મળશે.

રાજયમાં હજાર કરતા વધારે બેંકો અને ક્રેડીટ સોસાયટી દ્વારા આમાં ૧ લાખ સુધીની લોન કોઇપણ આધાર પુરાવ વગર આપવામાં આવશે.

રાજય સરકારે બેંકોને ૮ ટકા વ્યાજ પ્રમાણે લોન આપવાની છે જેનાં ૬ ટકા સરકાર ભોગવશે. ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે છ માસ સુધી હપ્તો ભરવાનો રહેશે નહિં. રાજયમાં જનજીવન ધબકતુ કરવાનો પ્રયાસ છે. આમાં ૬ હજાર કરોડ કરતા વધો રકમનો ભાર સરકારને પડશે.

રાજય સરકારની વિવિધ વિભાગે તેમણે આપી હતી ઉપરાંત તેમણે રાજયમાં કરીયાણા, વાળંદ, પ્લમ્બર, વગેરેનો સમાવેશ આ યોજનામાં કરવામાં આવ્યો છે. રાજયમાં ૯ હજાર કરતા વધારે જગ્યાએથી આ ફોર્મ આપવામાં આવશે.

આ યોજનાનું ફોર્મ ર૧ મી મે થી કરવામાં આવશે. ૩૧ ઓગસ્ટ સુધી આ ફોર્મ ભરી આપવામાં આવશે તેની ચકાસણી બાદ લોન આપવાની કામગીરી કરવામાં આવશે.

ગઇકાલે મધ્ય સત્રી સુધીમાં ૩૪૯ ટ્રેનો દ્વારા શ્રમિકોને પોતાના વતન ૪ લાખ ૭ર હજાર લોકોને પોતાના વતન મોકલ્યાના આવ્યા છે. આને નવી ૪૧ ટ્રેનો દ્વારા ૬૪ હજાર લોકો સાથે કુલ પ લાખ ૩૬ હજાર જેટલા લોકોને પોતાના વતન મોકલવવામાં આવેલા છે.

રાજય સરકાર પણ શ્રમિકને પોતાના લાભથી વેટીંગ રાખવામાં નહિ આવે રાજય સરકાર દરેકને ન્યાય મળે તે માટે પુરતો પ્રયાસ કરી રહી છે.

તેમણે બ઼ધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે સમગ્ર દેશમાં રાજય સરકારી વહીવટી રીતે શ્રમીકો અને નાગરીકોને પુરતો ન્યાય  મળે તેવા પ્રયાસો હાથ ધરયા છે.

રાજય સરકાર પોતાની જવાબદારીથી જે કાર્ય કરી રહી છે તે સંપુર્ણ નિષ્ઠાપુર્વક કરી રહી છે અને કોઇને પણ અન્યાય ન થાય તેની કાળજી લઇ લેવામાં આવી છે.

(3:51 pm IST)