Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મહેસાણામાં ચોરીના ૪ અને મારપીટનો ૧ આરોપી કોરોના પોઝીટીવ

મહેસાણાઃ ચોરીના આરોપમાં પકડાયેલ ૪ અને મારપીટ કરવા બદલ ૧ આરોપી સહીત કુલ ૬ લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. લાંધણજી પોલીસ સ્ટેશનની હદમાં એક કંપનીના સ્ટોરમાંથી ચોરી કરવાના મામલે પકડાયેલ ધાધુસણ ગામના ૭માંથી ૪ આરોપીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવેલ, જયારે મારપીટના મામલે પકડાયેલ ચલુવા ગામના ૨માંથી ૧ આરોપી પણ પોઝીટીવ આવેલ. બધા આરોપીઓને એકસાથે લોકઅપમાં પુરવામાં આવેલ. પ્રથમ રિપોર્ટ બાદ બધાને અલગ કરી દેવાયા છે. આ પાંચ ઉપરાંત છથીયાલા ગામના એક વ્યકિતનો પણ રિપોર્ટ પોઝીટીવ આવતા મહેસાણા જીલ્લામાં કુલ ૬૩ કોરોનાના દર્દીઓ થયા છે. અત્યાર સુધીમાં ૩૭ લોકો સાજા થતા રજા આપવામાં આવી છે.

(3:03 pm IST)