Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોના રોકવાના રાજય સરકારના ભગીરથ કાર્યમાં મદદરૂપ થવા રૂબરૂ બીલો આપવાનું બંધ કરેલ છે

ટોરેન્ટ પાવર કહે છે ગ્રાહક પોતે મીટરનો ફોટો પાડી એકચ્યુલ બીલ મેળવી શકે છે

અમદાવાદઃ ટોરેન્ટ પાવરના શ્રી હેતલ પરીખની યાદીમાં જણાવાયું છે કે કોરોના વાયરસના પ્રસારને રોકવાના ગુજરાત સરકારના પ્રયાસોને ટેકો આપવા માટે ગુજરાત સરકારની તમામ ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓ અને ટોરેન્ટ પાવર લી.એ ગ્રાહકોને  આકારેલા/ એસ્ટીમેટેડ બીલો મોકલી રહેલ છે. અને મીટર રીડીંગ અને બીલોનું વીતરણ બંધ કરેલ છે. વધુમાં જણાવવાનું કે જીઇઆરસી દ્વારા જાહેર કરાયેલ સપ્લાય કોડની જોગવાઇ મુજબ  એસ્ટીમેટેડ બીલો મોકલવામાં આવે છે.

ટીપીએલ ઉપર મીટર રીંડીગ મળતાવેંત એસ્ટીમેટેડ બીલ તુરત જ રેગ્યુલરાઇઝ કરી દેવામાં આવે છે.

ગ્રાહકો તેમના મીટર ઉપર ડીસ્પલે થતા રીડીંગનો ફોટો પાડી તેઓના પોતાના તરફથી ટીપીએલને મીટર રીડીગ મોકલી શકે છે.

ટીપીએલ તેને એકચ્યુલ મીટર રીડીંગ ગણી અને તે મુજબ બીલ બનાવશે. આ રીતે ગ્રાહકો એસ્ટીમેટેડ/ અનુમાનીત બીલને ટાળી શકે છે. (એવોઇડ કરી શકે છે.)

ગ્રાહકોની ૨૪ *૭ સતત સેવા માટે ટીપીએલ ઓન લાઇન સેવા ચાલુ જ છે. ગ્રાહકોને સંતોષ થાય એ રીતે એસ્ટીમેટેડ બીલને લગતી તમામ કવેરીઝ (પ્રશ્નો) નો સત્વરે નિકાલ કરવામાં આવે છે.

અકિલાન્યુઝ ડોટ કોમ ઓનલાઇન સેવામાં પ્રસિધ્ધ થયેલ સમાચાર બાબતે આ માહિતી આ સમગ્ર બાબતને સ્પષ્ટ કરી દેશે તેવી આશા છે તેમ ટોરન્ટ પાવર લી.ના શ્રી હેતલ પરીખે જણાવ્યું છે.

(1:13 pm IST)