Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોના છે કે નહિ ? ચકાસવામાં ગુજરાત સૌથી આગળ : ડે. સી.એમ. નીતિન પટેલ

ઘાતક વાઇરસ સામે લોકોના જીવ બચાવવાને અગ્રતા

ગાંધીનગર તા. ૧૫ : કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઇ હતી. સિવિલ હોસ્પિટલ ખાતેની મીટીંગમાં મંત્રીશ્રીએ સિવિલના તબીબો પાસેથી કોવિડ-૧૯ દર્દીઓની સારવારની સઘળી વિગત મેળવી હતી.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઙ્ગઅમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની બિલ્ડિંગમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજયમાં કોઈ એક જ જગ્યાએ સૌથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર થતી હોય તો એ આ ઈમારત છે.અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ અહીં દાખલ થઇ રહ્યા છે.ઙ્ગ

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, અધિક સચિવ શ્રી પંકજકુમાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત રાજયની તમામ કોવિડ હોસ્પિટલની કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના વાયરસને નાથવાના કાર્યમાં પ્રયાસરત છે.ઙ્ગ

શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્રતયા દેખરેખની જવાબદારી ડો. પ્રભાકરને સોંપાઈ છે. આ સાથે ડો. મોદી, ડો. કમલેશ ઉપાધ્યાય, ડો. ગજ્જર અને ડો. શૈલેષ સહિતના નિષ્ણાંત તબીબો તેઓની ટીમ સાથે અહીં દિનરાત કાર્યરત છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, આવા સમયે ડોકટર અને નર્સની જરૂરિયાત વધુ હોવાથી ખાનગી હોસ્પિટલના ડોકટરની સેવા પણ લેવામાં આવી રહી છે. માનદ વેતન સાથે સેવા આપવા ઇચ્છુક ખાનગી હોસ્પિટલના તબીબો ટૂંક સમયમાં 'ડોકટર્સ ઓન- કોલ'ની રાહે અહીં સેવા આપશે.ઙ્ગ

નાયબ મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોરગ્રૂપની બેઠકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આવશ્યક એવી અત્યાધુનિક અને મોંઘી દવાઓ-ઇન્જેકશન વિનામૂલ્યે દર્દીની સારવારમાં ઉપયોગ કરવા સ્પષ્ટપણે સુચના આપી છે.

મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલ ખાતે ઙ્ગકોવિડ-૧૯ દર્દીઓની ઙ્ગસુશ્રુષામાં કોઇ કચાશ રાખવામાં આવી રહી નથી. દર્દીઓને સમયસર ભોજન નાસ્તો અને અન્ય સુવિધાઓ અપાઈ રહી છે.ઙ્ગ

તેઓએ જણાવ્યું કે, કોરોનાવાયરસનું સંક્રમણ રાજય સરકાર માટે મોટો પડકાર છે. આવા સમયે નિયમિત મુખ્યમંત્રીશ્રીના બંગલે આ અંગે બેઠક યોજાય છે અને તમામ પાસાઓ પર ચર્ચા થાય છે. રાજયમાં આ ઘાતક વાયરસનું સંક્રમણ અટકાવવું અને મહત્તમ દર્દીઓના જીવ બચાવવા એ આપણું લક્ષ્ય છે.ઙ્ગ

તેમણે કોરોના ટેસ્ટ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં પર મિલીયન એટલે કે પ્રતિ ૧૦ લાખ વ્યકિતએ કોરોના ટેસ્ટનો દર ગુજરાતનો સૌથી વધુ છે. માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજયના અન્ય મુખ્ય નગરોમાં પણ કોરોના ટેસ્ટ પ્રમાણસર થઈ રહ્યા છે. ડોકટર્સ, પોલીસ સ્ટાફ, આશાવર્કર સહિતના તમામ કર્મચારીઓ રાજય સરકાર માટે કોરોના વોરિયર્સ સમાન છે. ઙ્ગફરજ દરમિયાન આવા કોઇપણ કર્મચારીનું કોરોના વાયરસને કારણે દુઃખદ મૃત્યુ થવાના કિસ્સામાં રૂ. ૨૫ લાખનો વીમો જાહેર કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયના તમામ જિલ્લાઓમાં પબ્લિક હેલ્થ, સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સહિતના સ્વાસ્થ્ય કેન્દ્રો સંપૂર્ણપણે કાર્યરત છે જયાં બાળકોનું રસીકરણ, હૃદય, કિડની અને ફેફસાની બીમારીઓની સારવાર તથા ટીબી અને ડાયાલિસિસ જેવી અન્ય મહત્વની સારવાર પણ ચાલુ છે. ઙ્ગઅંદાજે રાજયના ૬૫% ખાનગી દવાખાના પણ ચાલુ છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

ઙ્ગબેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી કે કૈલાસનાથન, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિ અને શહેરના જાણીતા ડોકટર ઉપસ્થિત રહ્યા છે.

(11:41 am IST)