Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સુરતમાં તબીબોએ ૮૨ વર્ષના મહિલાનું બંધ હૃદય ફરી ધબકતું કર્યું

સુરત તા. ૧૫ : કોરોના કાળ બની સમસ્ત માનવજાત ઉપર તૂટી પડ્યો છે. ચારે તરફ સન્નાટો અને દહેશતનો માહોલ છવાયો છે. મેડિકલ સાયન્સ માટે પડકાર બનેલા કોરોના વાઇરસ વચ્ચે પાલિકાની મસ્કતી હોસ્પિટલના તબીબોએ ચપળતા, સમયસૂચકતા અને કુનેહપૂર્વક કરેલી કામગીરીથી મહિલા દરદીને નવજીવન બક્ષ્યું છે.

૮૨ વર્ષનાં વૃદ્ઘ દરદીનું બંધ પડી ગયેલું હૃદય ફરી ધબકતું કરી બતાવી મસ્કતી હોસ્પિટલનું પણ ગૌરવ વધાર્યું છે. શહેરની સૌપ્રથમ એવી પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલમાં દરદીની સારવાર સાથે જોડાયેલો અનોખો કિસ્સો સામે આવ્યો છે.

પાલિકાની મસ્કતી હોસ્પિટલમાં માનદ સેવા આપી રહેલા શહેરના જાણીતા ફિઝિશયન ડો. રમેશ મોદીએ જણાવ્યું કે પાલિકાના પૂર્વ ચીફ ઓંડિટર સ્વ. દિનેશ મસાલવાળાનાં પત્ની હસુમતીબહેનને યુરિન ઇન્ફેકશન અને કિડની પર સોજો હોવાને કારણે સેપ્ટિસિમિયા થવાની શકયતા જોતાં મસ્કતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલમાં તપાસ દરમિયાન હસુમતીબહેનને ડાયબિટીઝનું પ્રમાણ ખૂબ વધુ  હતું. આથી તેમને તરત હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવા પરિવારજનોને જણાવ્યું હતું. મસ્કતી હોસ્પિટલના આઇસીયુમાં માતાની સારવાર કરાવવાને મુદે હસુમતીબહેનના બન્ને પુત્રો અસમંજસભરી સ્થિતિમાં મુકાયા હતા. બન્ને પુત્રોએ માતાની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.

(10:33 am IST)