Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમદાવાદ મેડિકલ એસો,નો મોટો નિર્ણંય : કોરોના વોરિયર્સ પોલીસકર્મીની તબીબો કરશે ફ્રી સારવાર

મેડીકલ એસોસિયેશનની ટિમ દ્વારા 191 હોસ્પિટલનું લિસ્ટ પણ પોલીસ ની સારવાર માટે જાહેર

અમદાવાદ મેડિકલ એસોના ડોકટર્સની ટીમ બીમાર પોલીસ જવાનોને વિના મૂલ્યે સારવાર આપશે. જે માટે મેડીકલ એસોસિયેશનની ટિમ દ્વારા 191 હોસ્પિટલનું લિસ્ટ પણ પોલીસ ની સારવાર માટે જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ જણાવ્યું કે ડોક્ટરનું એસોસિયેશન દર વર્ષે પોલીસ જવાનો માટે મદદમાં આગળ હોય છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અજય તોમર એ પોલીસ જવાનોની સારવાર માટે રજૂઆત કરી હતી.જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 કોવિડ 19ની મહામારીમાં બધા જ તબીબો અને પોલીસ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ફરજ બજાવે છે. ત્યારે પોલીસ જવાનો દિવસ રાત બંદોબસ્ત માં તૈનાત છે દરેક સાતે સત ઝોન માં જો પોલીસ જવાનો ને કોઇપણ શારીરિક તકલીફ ઊભી થાય તો તેવા સમયે પોલીસ જવાનો ની વિના મૂલ્યે સારવાર થાય તેવી મદદ માંગવા માં આવી સીધે. તેને ધ્યાને લઇ અમદાવાદ મેડિકલ એસોસિયેશન ની 21 ડોકટર્સની ટિમ તૈયાર કરાઈ છે. જે શહેરમાં અલગ અલગ 7 ઝોનમાં પોલીસ જવાનો ની સારવાર માટે તત્પર રહેશે.

(1:02 am IST)