Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પાટણના ભિલવાણ ગામમાં 8 કોરોના પોઝીટીવ કેસ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતનો આંક 33 થયો

સમગ્ર ગામમાં ભયનો માહોલ સાથે સન્નાટો

 

પાટણ જિલ્લામાં પણ કોરોનનો કહેર વધી રહ્યો છે . પાટણ જિલ્લામાં કોરોના પોઝેટિવનો આંક 33 પર પહોંચ્યો છે . કોરોનાના કહેર વચ્ચે પાટણ જિલ્લામાં ત્રીજા તબક્કાના અંતિમ ચરણોમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે .ત્યારે આજે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે વધુ બે કેસ કોરોના પોઝેટિવના આવતા ફફડાટ ફેલાયો છે 

ગામમાં કોરોના પોઝેટિવના કેસનો આંક 8 પર પહોંચ્યો હોવાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ સાથે સન્નાટો જોવા મળ્યો હતો . ગામ સુમસામ ભાસતું જોવા મળ્યું હતું . જોકે આરોગ્ય તંત્ર દ્વારા ગામને વારંવાર સૅનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે . અને ગ્રામજનોના આરોગ્યની તપાસ અને સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે . પરંતુ તેમ છતાંય ગામમાં કોરોના પોઝેટિવનો આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે .

 

(12:47 am IST)