Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વડોદરાના સાવલીની મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચકચાર

પોતાનાં ઘરે જ અગમ્ય કારણોથી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી

 

વડોદરા : સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સાવલી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. ઉપરાંત તેના પરિવારનાં લોકોને પણ જાણ કરવમાં આવી છે.

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 22 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પા વિનોદસિંહ દરબાર વડોદરા ખાતે ગોકુલવાટિકા સોસાયટીમાં ભાડેથી રહેતા હતા. શિલ્પાએ ગત રાત્રીએ પોતાનાં ઘરે અગમ્ય કારણોથી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જો કે ઘરમાં કોઇ નહી હોવાના કારણે વહેલી સવારે ઘટના અંગે જાણ થઇ હતી. ઘટના અંગે જાણ થતા સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

(9:27 am IST)