Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોનાનો રિપોર્ટ કરતા પહેલા ખાનગી લેબ. એ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મંજૂરી લેવી પડશે

આ પ્રકારનાં ટેસ્ટને મંજુરી આપવા માટે ખાસ સમિતીની રચના કરી

અમદાવાદ : કોરોનાના ટેસ્ટ કરતી ખાનગી લેબ પર સરકાર દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યું છે. ખાનગી લેબમાં પણ જો કોઇ વ્યક્તિ કોરોનાનું પરિક્ષણ કરાવવા ઇચ્છતી હશે તો સિવિલ હોસ્પિટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની પરવાનગી લેવી પડશે. સિવિલ હોસ્પિટલ પરવાનગી મળ્યા બાદ જ કોઇ વ્યક્તિ કોરોના રિપોર્ટ કરાવી શકશે.

 ખાનગી લેબોરેટરી દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીના લક્ષણો સાથેની માહિતી મોકલવી પડશે. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ દ્વારા પરવાનગી આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારનાં ટેસ્ટને મંજુરી આપવા માટે ખાસ સમિતીની રચના કરી છે. જે આ પ્રકારનાં કિસ્સાઓમાં મંજુરી આપવી કે નહી તે જોવાનું કામ કરશે.

(9:26 am IST)