Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોના માટે ખાનગી હોસ્પિટલ વ્યાજબી ચાર્જ વસુલે , નહિતર લાયસન્સ રદ્દ કરો : હાઇકોર્ટ

કેટલી વ્યાજબી ફી લઇ શકે તે નિર્ધારિત કરે અને કોર્ટ સમક્ષ રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ

અમદાવાદ : કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. સરકારી હોસ્પિટલોમાં ઉભી કરવામાં આવેલ સુવિધા પણ સીમિત સાબિત થઈ રહી છે તેથી તંત્રએ કોરોના સામેની લડાઈમાં ખાનગી હોસ્પિટલોનો સહારો લેવાની ફરજ પડી છે પરંતુ, કોરોનાના કપરા કાળમાં પણ પ્રાઈવેટ હોસ્પિટલોની લૂંટફાટ ચાલી રહી છે.

આવી પરિસ્થિતિ સામે લોકોનો વિરોધ જોઇને હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી અને ખાનગી હોસ્પિટલો દ્વારા ઉઘરાવાતા કોરોના ખર્ચ રપર અંકુશ લાદવા આદેશ કરવા માંગ થઈ હતી. સુઓમોટો અરજી પર આજે ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે કોરોના વાયરસ સંક્રમિત દર્દી પાસેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલોને લાખો રૂપિયા લેતા અટકાવ્યા છે.

કોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે ખાનગી હોસ્પિટલો કેટલી વ્યાજબી ફી લઇ શકે તે નિર્ધારિત કરે અને કોર્ટ સમક્ષ રજૂ કરે.

હાઈકોર્ટે કડકાઈ રાખતા આદેશ કર્યો છે કે ખાનગી હોસ્પિટલ નફો કમાવવાની વૃત્તિ રાખે તો રાજ્ય સરકાર તેમના લાયસન્સ રદ્ કરવા સુધીના પગલાં લે

(11:00 pm IST)