Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પાટણમાં ૧ અને ભીલવણમાં કોરોનાના ૨ કેસઃ કુલ ૩૩ કેસ

પાટણ, તા.૧૫: પાટણ અને ભીલવણમાં કોરોના ૩ પોઝીટીવ કેસ નોંધાતા પાટણ જીલ્લામાં કુલ ૩૩ પોઝીટીવ કેસ થયા છે.  કાલે પારેવા સર્કલ નજીક આવેલ યશનગર ટાઉનશીપ બ્લોક નં.૧૦૮માં રહેતા નિવૃત જીઇબી એન્જીનીયર સુરેશભાઇ ચિમનભાઇ પ્રજાપતિ ઉ.વ. ૬૫ને શરદી ઉઘરસની તકલીફ જણાતાં ધારપુર હોસ્પિટલમાં તેમનો રિપોર્ટ કરાવતાં કોરોના  પોઝીટીવ આવતા તેઓને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સેનેટાઇઝનો છંટકાવ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું તો સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે પણ ૨૬ અને ૩૬ વર્ષના બે યુવકના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા પાટણ શહેર અને જીલ્લામાં મળી અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો ૩૩એ પહોંચ્યો છે.

(3:03 pm IST)