Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોના : રાજ્યમાં કોરોનાના ૩૨૪ નવા કેસ, ૨૦ના મોત

રાજ્યમાં કુલ મૃતાંક વધીને ૫૮૬ થયો : રાજ્યમાં કુલ કેસોની સંખ્યા ૯૫૯૨ થઇ : અમદાવાદમાં ૨૬૫, સુરતમાં ૧૬ અને વડોદરામાં ૧૩ કેસ સપાટીએ

અમદાવાદ, તા. ૧૪  : ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગે રોજેરોજ માહિતી આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિએ આજે પણ ૨૪ કલાકમાં કોરોનાની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં એએમસીની ડોર ટુ ડોર સર્વેલન્સની કામીગીરી અંગે પણ આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિએ જાત માહિતી મેળવી હતી. ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો ૧૦ હજાર નજીક પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૪ નવા કેસ નોંધાયા છે અને ૨૦ દર્દીના મોત થયા છે જ્યારે ૧૯૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ કુલ કેસ ૯,૫૯૨ અને મૃત્યુઆંક ૫૮૬ થઈ ગયો છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર, ૨ ટકાના વ્યાજ દરે રૂ.૧ લાખ સુધીની લોન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

            બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને ૧ લાખ રૂપિયાની લોન ૨ ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે ૬ ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, મુખ્યમંત્રીએ સેન્ટ્રલ ટે?કસટાઇલ મિનિસ્ટર સાથે વાત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતોના કપાસ સીસીઆઇ મારફત ખૂબજ  ઝડપથી ખરીદવામાં આવે અને ખેડૂતને તેમના કપાસના ઉત્પાદનનો સારો ભાવ ટેકાના ભાવે મળે તે માટે યોગ્ય અને ઝડપી કાર્ય કરવા રજૂઆત કરી છે. કેન્દ્રીય નાણામંત્રીએ સ્જીસ્ઈ માટે સારુ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સ્જીસ્ઈનો ગઢ માનવામાં આવે છે. લાખો યુનિટ ગુજરાતમાં કામ કરે છે જેથી મુખ્યમંત્રીએ આ પેકેજને આવકાર્યું છે અને ગુજરાતમાં આ સેક્ટર વધુ મજબૂત અને તાકતવર બનીને બહાર આવશે.

સરખેજ હાઈવે પર ચાલી રહેલા  સિક્સલેન હાઈવે સહિતના કામોનું નિરીક્ષણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે બપોરે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં નવા રંગરૂપ સાથેના લોકડાઉન ૪ અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે.  દિલ્હીથી આવતા પ્રવાસીઓ માટે ૧૫ રૂટ પર તંત્ર દ્વારા બસ દોડાવાશે. દિલ્હીથી અમદાવાદ આવનારી ટ્રેનના પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓને કોઇ અવગડતા ન પડે એ માટે સાબરમતી સ્ટેશનથી અલગ-અલગ ૧૫ રૂટ પર તંત્ર દ્વારા બસ દોડાવવામાં આવશે.

રાજ્યમાં ક્યાં કેટલા કેસ....

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ ૬૬૪૫ કેસ

અમદાવાદ, તા. ૧૪ :   ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગે રોજેરોજ માહિતી આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિએ આજે પણ ૨૪ કલાકમાં કોરોનાની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં એએમસીની ડોર ટુ ડોર સર્વેલન્સની કામીગીરી અંગે પણ આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિએ જાત માહિતી મેળવી હતી. ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો ૧૦ હજાર નજીક પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૪ નવા કેસ નોંધાયા છે અને ૨૦ દર્દીના મોત થયા છે જ્યારે ૧૯૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

૬૬૪૫

૪૪૬

૨૧૧૨

વડોદરા

૫૯૨

૩૨

૩૫૫

સુરત

૯૬૭

૪૩

૫૬૨

રાજકોટ

૬૬

૦૨

૫૧

ભાવનગર

૧૦૦

૦૭

૪૬

આણંદ

૮૦

૦૭

૭૦

ભરૂચ

૩૨

૦૨

૨૫

ગાંધીનગર

૧૪૨

૦૫

૫૩

પાટણ

૩૧

૦૨

૨૨

નર્મદા

૧૩

૦૦

૧૨

પંચમહાલ 

૬૬

૦૪

૩૩

બનાસકાંઠા

૮૨

૦૩

૩૬

છોટાઉદેપુર

૧૭

૦૦

૧૪

કચ્છ

૧૪

૦૧

૦૬

મહેસાણા

૬૭

૦૨

૩૭

બોટાદ

૫૬

૦૧

૨૨

પોરબંદર

૦૩

૦૦

૦૩

દાહોદ

૨૦

૦૦

૦૫

ખેડા

૩૩

૦૧

૧૦

ગીર-સોમનાથ

૧૮

૦૦

૦૩

જામનગર

૩૩

૦૨

૦૨

મોરબી

૦૨

૦૦

૦૧

સાબરકાંઠા

૨૭

૦૨

૦૭

મહીસાગર

૪૭

૦૧

૩૫

અરવલ્લી

૭૬

૦૨

૨૨

તાપી

૦૨

૦૦

૦૨

વલસાડ

૦૬

૦૧

૦૪

નવસારી

૦૮

૦૦

૦૭

ડાંગ

૦૨

૦૦

૦૨

દેવભૂમિ દ્વારકા

૧૨

૦૦

૦૦

સુરેન્દ્રનગર

૦૩

૦૦

૦૧

જૂનાગઢ

૦૪

૦૨

૦૨

અમરેલી

૦૧

૦૦

૦૦

અન્ય રાજ્ય

૦૧

૦૦

૦૦

કુલ

૯૨૬૮

૫૬૬

૩૫૬૨

(9:44 pm IST)