Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ડાકોર-કપડવંજ રોડ પર ટ્રક પલ્ટી ખાઈને ગટરમાં ઉતરી

ટ્રક તેમજ ટ્રકમાં મૂકેલ જનરેટરોને ભારે નુકસાન

 

ડાકોર-કપડવંજ રોડ પર ચેતરસુંબા સીમમાં પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ એક ટ્રકના ચાલકે રોડ પર આડી ઉતરેલી એક ગાડીને બચાવવા જતાં સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક પલટી ખાઈ જઈ રોડની સાઈડમાં ગટરમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં ટ્રક તેમજ ટ્રકમાં મૂકેલ જનરેટરોને ભારે નુકસાન થયું હતું.

(10:24 pm IST)