Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઠાસરાના શેઢીમાં પીવાના પાણી માટે આવેલ નીલગાય નહેરમાં પડી રહેતા 22 કલાક સુધી મોત સામે લડતી રહી: વનતંત્રની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢી

ઠાસરા:તાલુકાના શેઢી શાખા નહેરમાં સોમવારે સાંજના સમયે પાણી પીવા માટે ચાર નીલગાય નહેરમાં પડી હતી.પાણી પીવા માટે ઉતરેલ નીલગાય પાણી પીધા બાદ ઉપર ચડી શકી ન હતી. જો કે નીલગાયો તંત્રની બેદરકારીથી ૨૨ કલાક સુધી નહેરના પાણીમાં મોત સામે ઝઝૂમી હતી. બાદમાં વનતંત્ર અને જીવદયા પ્રેમીઓની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી હતી. નીલગાયોને નાની-મોટી શારીરિક ઇજા પહોંચતા સારવાર આપી છોડી મૂકાઈ હતી.

ઠાસરા તાલુકામાંથી પસાર થતી મુખ્ય શેઢી શાખા નહેરમાં સોમવારે  સાંજના સુમારે પાણી પીવા માટે કેલાન ઉતર્યો હતા.પાણી પીધા બાદ નીલગાયોનુ ટોળુ કેનાલની ઉપર ચઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.પણ કેનાલ ઉંચી હોવાને કારણે નીલગાય ચઢી શકી ન હતી. આ ઘટના પ્રકાશમાં આવતા આજુબાજુ વિસ્તારના ગ્રામજનો કેનાલ પર ઘસી આવ્યા હતા.અને નીલગાયને બચાવવાના પુરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

(5:39 pm IST)