Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સુરતમાં પતિ-પત્નીના ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: ચોથા માળેથી છલાંગ લગાવતા બંનેના મોતથી અરેરાટી

સુરત: શહેરમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં રકઝક અને પછી વાતને ઈગો પર લઈ લેવાથી કેવું ભયંકર પરિણામ આવી શકે એનો નમૂનો સુરતનાં પુણા વિસ્તારમાં આકાર પામ્યો છે. દંપત્તિની આત્મહત્યા સાથે નાનુ બાળક વિના વાંકે અનાથ બની ગયું છે.

ઘટના કંઈક આવી છે, પુણા વિસ્તારમાં સરદાર માર્કેટ પાસે અક્ષર ટાઉનશીપમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનાં ર૪ વર્ષિય અંકજ કૌશલને તા.૬ઠ્ઠી મે એ પત્ની મહિમા સાથે વતન જવા બાબતે ઝઘડો શરૃ થયો હતો. રકઝક વધી ગઈ અને પત્નીને માઠું લાગી ગુસ્સામાં આવીને ઘરનાં ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. આ રીતે પત્નીને નીચે પડતી જોતા પતિએ પણ લાંબુ વિચાર્યા વિના પત્નીની પાછળ ઝંપલાવી દીધું હતું. 

(5:37 pm IST)
  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST