Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મુંબઈથી અમદાવાદ આવતા પેસેન્જરોનો લગેજ ફ્લાઇટમાંથી ન મળતા હોબાળો

અમદાવાદ:બઇથી અમદાવાદ ફ્લાઇટમાં આવેલા  મુસાફરો પૈકી કેટલાકના  લગેજ અમદાવાદ એરપોર્ટમાં નહીં મળતાં તેમણે હોબાળો મચાવ્યો હતો. આ ફ્લાઇટ નાગપુરથી વાયા મુંબઇ થઇને અમદાવાદ આવી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગો-એરની  ફ્લાઇટ G8-2504 શનિવારે તેના નિર્ધારીત સમય બપોરે ૧ઃ૩૦ના મુંબઇથી અમદાવાદ પહોંચી હતી. કન્વેયર બેલ્ટ પાસે અડધો કલાક સુધી ઉભા રહ્યા બાદ પણ લગેજ નહીં મળતાં ત્રણ મુસાફરોએ તેની ફરિયાદ ગો-એરની ઓફિસમાં કરી હતી. જેના અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે, 'કન્વેયર બેલ્ટમાંથી અમારું લગેજ નહીં મળતાં અમે એરલાઇન્સની ઓફિસમાં ફરિયાદ માટે ગયા હતા અને ત્યાં અમને કહેવામાં આવ્યું કે અમારું લગેજ મુંબઇથી લોડ જ કરવામાં આવ્યો નથી. કોઇ મુસાફરના ચેક-ઇન બાદ પણ તેનું લગેજ કઇ રીતે એરક્રાફ્ટમાં લોડ કરવાનું રહી જાય?

(5:34 pm IST)
  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્તઃ ૧૦ લોકો લાપતા : અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૧૦ લોકો લાપતા થયા છે : બે વિમાનમાં કુલ ૧૬ લોકો સવાર હતા : મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ અલાસ્કાના કેટચિકાન નજીક અમેરીકી તટગાર્ડે બચાવ અભિયાન શરૂ કર્યુ છે access_time 1:12 pm IST