Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અમદાવાદની 1295 શાળાઓએ ધારાધોરણ મુજબ ફી લેવા સહમત:ચાર સ્કૂલોની વધુ ફી વસૂલવા દરખાસ્ત

અમદાવાદમાં 1100 જેટલી શાળાઓ પૈકી 745 સ્કૂલોએ સોગંદનામુ રજુ કરી દીધું

 

અમદાવાદ :સરકાર દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરાઈ છે ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય થઈને કુલ ચાર શાળાઓએ વધુ ફી વસુલવા માટે એફઆરસીમાં દરખાસ્ત કરી છે.

સ્કુલોની મનમાની રોક લાગે તે હેતુથી એફઆરસીની રચના કરી છે જે અંતર્ગત શહેરની 1295 સ્કુલોએ રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલા ધારાધોરણ પ્રમાણે ફી લેવા માટે સંમતિ દર્શાવી છે. રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલી 15 હજાર, 25 હજાર અને 30 હજારના સ્લેબમાં સ્કુલો ફી લેશે જ્યારે અમદાવાદ શહેરની અને ગ્રામ્યની ચાર સ્કુલોએ સરકારના ધારાધોરણથી વધુ ફી લેવા માટે એફઆરસીમાં દરખાસ્ત કરી છે.
  
બીજીતરફ અમદાવાદની સી એન સ્કુલ, ઉપરાંત અમદાવાદ રૂરલમાં આવેલી પ્રાથમિક સ્કુલોમાં જોધપુર વિસ્તારની લોટસ સ્કુલ ઉપરાંત સાણંદમાં આવેલી ન્યુ એરા સ્કુલ સાથે સાથે માધ્યમિકમાં આવતી નિકોલની આર પી વસાણી સ્કુલે વધુ ફી લેવા દરખાસ્ત કરી છે.
 
શહેરની 1295 શાળાએ ફી માટે એફિડેવીટ રજુ કરી છે શહેરના  જિલ્લા શિક્ષણાધિકારી આરસી પટેલે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં 1100 જેટલી શાળાઓ છે જે પૈકી 745 સ્કૂલોએ સોગંદનામુ રજુ કર્યું છે અને હજુ કાર્યવાહી ચાલુ છે. કટ ઓફ રકમથી નીચે હોય તેઓએ સોગંદનામુ આપવાનું હોય છે જેમને વધુ ફી લેવી હોય તેઓએ દરખાસ્ત કરવાની હોય છે.

   અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસએ જણાવ્યું કે 170 જેટલા સોગંદ નામા રજુ થયા છે એક દરખાસ્ત રજુ થઈ છે. બાકી શાળાઓ જે શાળાઓએ સોગંદનામા કર્યા હતા તેઓએ ફરીથી કરવાના થાય છે. અંદાજે 20થી 30 શાળાઓ બાકી છે. મહત્વનું છે કે 13મી મેં શહેર અને ગ્રામ્યની સ્કુલોને દરખાસ્ત કરવાનો અંતિમ દિવસ હતો પરંતુ અનેક સ્કુલોએ દરખાસ્ત અને એફિડેવિટ કરતા સ્કુલોને વધુ સમય આપવામા આવ્યો છે

(10:49 pm IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાના ભાંગી ગયેલ ટૂકડાઓ સાથે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નજરે પડી રહ્યા છેઃતેઓ આજે વિદ્યાસાગર કોલેજે આ ટૂકડાઓ સાથે ગયા હતા access_time 3:36 pm IST

  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST