Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ડીએવી ચંદીગઢે અમદાવાદની એલ.જે. કોલેજને આપેલી હાર

રેડ બુલ કેમ્પસ નેશનલ ફાઇનલ્સનો રોમાંચ : રેડ બુલ કેમ્પસ વર્લ્ડ ફાઇનલમાં દેશનુ પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ, તા.૧૪ : ૨૦૧૮માં ઝળહળતી સીઝનને પગલે ભારતમાં રેડ બુલ કેમ્પસ ક્રિકેટ ૨૦૧૯એ ૩૦ સિટી ક્વોલિફાયર્સને આગળ ધર્યા છે અને રાષ્ટ્રભરમાંથી ૩૦૦થી વધુ કોલેજોએ ભાગ લીધો હતો. ધરમશાળા અને મેરઠ એવા બે શહેરો હતા જેમને ૪ ઝોન્સ- ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં સ્થાન લેતી અત્યંત સ્પર્ધાત્મક ક્રિકેટ સ્પર્ધામાં ઉમેરવામાં આવ્યા હતા. પ્રત્યેક ઝોનમાં બે પ્રાદેશિક ફાઇનલ્સ યોજાઇ હતી અને પ્રત્યેક પ્રાદેશિક ફાઇનલ અંતે ગઇકાલે તા.૧૩ મે ૨૦૧૯ના રોજ જયપુર ખાતેની નેશનલ ફાઇનલ યોજાઇ હતી. જેમાં ૮ ટીમો નેશનલ ફાઇનલ્સ માટે ક્વોલિફાઇ થઇ હતી. આ ટીમોમાં અલફાલહ યુનિવર્સિટી દિલ્હી, રઘુ એન્જિનીયરીંગ કોલેજ વિઝાગ, હિદુસ્તાન કોલેજ ચેન્નઇ, એસઓએ ભુવનેશ્વર, વાયબીએન કોલેજ રાંચી, એમએમસીસી પૂણે, એલજે કોલેજ અમદાવાદ, ડીએવી કોલેજ ચંદીગઢનો સમાવેશ થાય છે. જયપુરીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ડીએવી કોલેજ ચંદીગઢે અમદાવાદની એલજે કોલેજને ૮ વિકેટે પરાજય આપ્યો હતો. ઉપરોકત આઠેય ટીમોને બે જૂથ એ અને બી જૂથમાં વહેંચી નાખવામાં આવી હતી. એ અને બી જૂથ ટોચની બે ટીમો તા.૧૬ મેના રોજ રમશે. જેમાં વિજેતા ટીમનો પ્રત્યેક ટીમ સામે રાજસ્થાન રોયલ્સના હોમ ગ્રાઉન્ડ એવા આઇકોનિક સવાઇ માનસિંહ સ્ટેડીયમ ખાતે ખાતે સામનો થશે. રાજસ્થાન રોયલ્સ અને રેડ બુલ વચ્ચેની વિશિષ્ટ ભાગીદારી ભારતની સૌથી મોટી ક્રિકેટ પ્રતિભા શોધ સુચવે છે કેમ કે અગાઉના ટૂર્નામેન્ટ દરમિયાન અને ચાલુ વર્ષે યોજનારી આરબીસીસી નેશનલ ફાઇનલ ખાતે યુવાન પ્રતિભાની શોધ કરશે. પસંદ થયેલા ખેલાડીઓને હવે પછીની આઇપીએલ હરાજીમાં પસંદગી થવાની શક્યતા સાથે ટીમ દ્વારા હાથ ધરનારી ટ્રાયલ્સનો એક ભાગ બનવાની અદભૂત તક પ્રાપ્ત થશે. રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ પેડી ઉપ્ટોન, બેટીંગ કોચ અમોલ મજુમદાર, બોલીંગ કોચ સાઇરાજ બાહુતલે અને રાજસ્થાન રોયલ્સના યુવાન પ્રતિભાશાળી બેટ્સમેન રિયાન પરાગ તા.૧૭મેના રોજ ફાઇનલ મેચમાં હાજર રહેશે. જયપુરીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ડીએવી કોલેજ ચંદીગઢે અમદાવાદની એલજે કોલેજને ૮ વિકેટે પરાજય આપ્યો હતો. અમદાવાદે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટીંગ કરી હતી. મેચનું સ્કોરકાર્ડ જોઇએ તો, ન્યુ એલજે કોલેજ - ૧૩૬/૭( ૨૦ ઓવર) ડીએવી કોલેજ - ૧૪૨/૨ (૧૪.૪ ઓવર) રહ્યું હતું. ડીએવી કોલેજ ચંદીગઢના અંકિત કુમારે ૭૧ રન કરીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. નેશનલ વિજેતાને ત્યાર બાદ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ વર્લ્ડ સિરીઝ ચેમ્પિયનશિપ ૨૦૧૯ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ ખાતે ભારતનુ પ્રતિનિધિત્વ કરવા જનારા ભૂતપૂર્વ વિજેતાઓમાં રિઝવી કોલેજ, મુંબઇ, ડીએવી કોલેજ, ચંદીગઢ, સ્વામી શ્રદ્ધાનંદ કોલેજ, દિલ્હી અને એમએમસી કોલેજ, પૂણેનો સમાવેશ થાય છે. રેડ બુલ કેમ્પસ ક્રિકેટીંગ સ્ટાર્સ જેમ કે કેએલ રાહુલ, કરુણ કુમાર નાયર, શાર્દુલ ઠાકુર અને નિરોશાન દિકવેલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. મનન વોહરા, સિદ્દેશ લાડ, હિમાંશુ રાણા, અભિમન્યુ એસ્વરણ, અનુકુલ રોય, ઋતુરાજ ગાયકવાડ, રિકી ભુઇએ પણ આઇપીએલ કોન્ટ્રાક્ટ જીતીને રેડ બુલ કેમ્પસના ફળ ચાખ્યા છે. રેડ બુલ એથલેટ્સ કેએલ રાહુલ સ્પર્ધાની ૨૦૧૩ આવૃત્તિના ટોચના સ્કોરર રહ્યા હતા અને ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સફળતા માટે આરબીસીસીને યશ આપે છે.

(9:41 pm IST)
  • ગોંડલના ચરખડી પાસે આકાશ જીનીંગ મીલમાં ભભૂકી : આગની ઘટનાની જાણ થતા ગોંડલ-જેતપુરના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા :જીનીંગ મીલમાં પડેલા કપાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠવાનું કારણ અકબંધ: access_time 8:59 pm IST

  • અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્તઃ ૧૦ લોકો લાપતા : અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૧૦ લોકો લાપતા થયા છે : બે વિમાનમાં કુલ ૧૬ લોકો સવાર હતા : મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ અલાસ્કાના કેટચિકાન નજીક અમેરીકી તટગાર્ડે બચાવ અભિયાન શરૂ કર્યુ છે access_time 1:12 pm IST

  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST