Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

વડોદરા નજીક નેશનલ હાઇવે પર દેણા ચોકડી પાસે બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત: પાંચને ઇજા

વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર દેણા ચોકડી પાસે બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં સવાર પાંચ લોકોને ઈજા પહોંચી હતી. દેણા ચોકડી પાસે એક સપ્તાહમાં જ બીજો અકસ્માત થયો છે અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા હતા. આ અગાઉ પણ લોકોએ હાઈવે ઉપર ચક્કાજામ કરી અવાર નવાર દેણા ચોકડી ઉપર થતાં અકસ્માતોને રોકવા માટે ઓવર બ્રિજ બનાવાની માંગ કરી હતી. જે સંદર્ભે અનેક વખત તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે.

    દેણા ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે પાંચ ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:27 pm IST)