Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક:સરાજાહેરમાં યુવકોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની વિડીયો સીસીટીવીમાં કેદ

સુરતઃ શહેરમાં અસમાજિક તત્વોનો આતંક વધતો જતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 5 દવિસ પહેલાં કાપડ માર્કેટમાં યુવકોને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. જોકે, 5 દિવસ પહેલાં જ પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુરતની કાપડ માર્કેટમાં 11 મેના રોજ ટેમ્પોમાંથી યુવકો સાડીના પાર્સલ ઉતારવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન ત્રણ જેટલા યુવકો બાઈક પર ઘસી આવ્યા હતા. અને પાર્સલ ઉતારતા યુવકોને માર મારવા લાગ્યા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈક પર ફરાર થઈ ગયા હતા. જેને લઈને યુવકો દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, ઘટનાના પાંચ દિવસ બાદ સીસીટીવી વાયરલ થતા પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે. ઘટનાના સીસીટીવી વાયરલ થતા હપ્તા ઉધરાવવા અને કાપડ માર્કેટમાં દબદબો ઉભો કરવા માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

(4:40 pm IST)