Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સુરતમાં જુદી-જુદી જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 40 પતાપ્રેમીઓની ધરપકડ

સુરત:શહેરમાં વિવિધ વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસે રેડ પાડીને જુગાર રમતા ૪૦ જુગારીઓ પકડાયા હતા. પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ પોલીસને માહિતી મળી કે લિંબાયતમાં રત્નપ્રભા સોસાયટીમાં મકાનમાં જુગારનો અડ્ડો ચાલે છે. તેથી પોલીસે ગત સાંજે ત્યાં છાપો મારીને જુગારનો અડ્ડો ચલાવતો કિશોર પ્રભાકર પાટીલ સહિત ૧૨ જુગારીઓ પકડી પાડયા હતા. અને તેમની પાસે કુલ્લે રોકડ રૃા. ૫૫૯૮૦ મળી આવ્યા હતા. બીજા બનાવમાં કતારગામમાં કુબેર નગરમાં પતરામાં જુગાર રમાડતા જયેશ બટુક પટેલ સહિત ૧૯ જુગારીઓ ઝડપીને રોકડ રૃા. ૬૧,૮૭૦ કબજે કર્યા હતા. ત્રીજા બનાવની વિગત મુજબ ચોકબજારમાં ડક્કા ઓવારા પર ઝુંપડામાં જુગાર રમાડતા પિનલ રાજેન્દ્ર ચૌધરી સહિત ૬ વ્યક્તિને પોલીસે રેડ પાડી ઝડપી પાડયા હતા. અને જુગારીઓ પાસેથી કુલ રૃા. ૩૩,૩૦૦ ના મુદ્દામાલ જપ્ત કર્યા હતા.

 


 

(4:39 pm IST)