Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

તાંત્રિક વિધિના બહાને 60 લાખની છેતરપિંડી કરવા આવેલ વડોદરાના ઠગની ધરપકડ

વડોદરા:તાંત્રિક વિધિના બહાને ભોગ લેવામાં આવતા આંધળીચાકણ (રેડ સેન્ડ બોવા ) સાપનો ૬૦ લાખમાં સોદો કરવા માટે આવેલા તાંદલજાના રહીશ સહીત ચારને વનવિભાગે જીવદયા સંસ્થાના કાર્યકરોની મદદથી છટકુ ગોઠવી રંગે હાથ ઝડપી પાડયા હતા. વનવિભાગે તેઓની પાસેથી આંધળીચાકન કબજે લઈ તેઓની ઘનિષ્ટ પુછપરછ શરૃ કરી છે. શહેરના તાંદલજા વિસ્તારની અમીનપાર્ક સોસાયટીમાં રહેતો સાહીદ વલીભાઈ દિવાન રેડ સેન્ડ બોવા જાતિનો સાપ જે આંધળીચાકણના નામે ઓળખાય છે અને તે તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવાય છે તે વેંચવા માટે ગ્રાહકની શોધમાં ફરતો હોવાની ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના રાજભાઈ ભાવસારને જાણ થઈ હતી. આ અંગેની તેમણે વનવિભાગમાં જાણ કરતાં સાહીદને ઝડપી પાડવા માટે જીવદયા સંસ્થાના કાર્યકરો અને વનવિભાગના આરએફઓ એ એ મકરાણી સહિતના સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું. ગઈ કાલે તેઓએ સાહીદના બે સાગરીત ભૂપેન્દ્ર કંચનભાઈ સોની (રહે. કેવડાબાદ,સરદારપટેલ માર્કેટ સામે)ને આંધળીચાકણ ખરીદવાની તૈયારી બતાવતા તે ગઈ કાલે બપોરે તેના ૧૭ વર્ષનો ભત્રીજો સાથે બાઈક પર ફતેગંજ બ્રિજ નીચે વાત કરવા આવ્યો હતો.

 


 

(4:39 pm IST)