Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મોડાસાના મોટીઈસરોલમાં તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોનો વિરોધ

મોડાસા:તાલુકાના મોટીઈસરોલ ગામે આવેલ ગામ તળાવમાં ચોમાસા દરમ્યાન ભરાતા પાણીને વાંધામાં વહેડાવી દેવાની હાથ ધરાયેલ કામગીરી સામે ખેડૂતો અને ગ્રામજનોએ ભારે વિરોધ વ્યકત કર્યો હતો અને કોઈ ખાનગી એજન્સી દ્વારા હાથ ધરાયેલી ખોદકામની કામગીરી સત્વરે બંધ કરાવવા માંગ ઉઠી છે. ચોમાસામાં વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ કરી સંચયની ક્ષમતા વધારવા રાજય સરકાર દ્વારા જળ સંચય અભિયાન હાથ ધરાયું છે.શરૃઆતમાં એક માસ માટે અમલી બનાવાયેલ આ અભિયાનને હવે ત્રણ વર્ષ સુધી ચલાવવામાં આવનાર હોવાની રાજયના મુખ્યમંત્રી એ ઘોષણા કરી છે.ત્યારે મોડાસા તાલુકાના મોટીઈસરોલ ગામે જળ સંચયની ઉલ્ટી ગંગા વહેતી હોય તળાવના પાણી ખાલી કરાવવા ગામના ખેડૂતોની જાણ બહાર ગેરકાયદે રીતે પાઈપ લાઈન નાખવાની કામગીરી હાથ ધરાતાં અચરજ ફેલાયું છે. રાજય સરકારના જળ સંચય અભિયાન હેઠળ તળાવો ઉંડા કરી તેમા ભરાતા પાણીની ક્ષમતા વધારવાની જાહેરાત કરાઈ છે. જયારે મોટીઈસરોલ ગામે હાઈવેને અડકીને આવેલા તળાવના પાણી ખાલી કરાવવા અને પાણી વાંધામાં વહેડાવાની યોજનાથી ગ્રામજનોમાં આશ્વર્ય અને અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો હતો.
 

(4:37 pm IST)