Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

અમીરગઢના કપાસિયામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં પાંચને ઇજા

અમીરગઢ:તાલુકાના કપાસીયા ગામમાં બે રબારીઓના જુથો વચ્ચે જુની અદાવતમાં ધીંગાણુ ખેલાયું હતું. જેમાં લાકડીઓ, ધારીયા અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો હતો. કપાસીયામાં યુવતિની છેડતીની અદાવતમાં રબારીઓના બે જુથો વચ્ચે થયેલા ધીંગાણામાં લાકડીઓ, કુહાડી અને ધારીયાના ઘા મારી શખ્સેને ગંભીર ઈજા કરી હતી આ શખ્સને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે બંને પક્ષોએ અમીરગઢ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી છે જેમાં પ્રથમ ફરિયાદી લાલા ખુમા રબારીએ જણાવ્યું હતુ કે યુવતિની છેડતીની જુની અદાવત રાખી લાકડીઓથી હૂમલો કરનાર આઠ ઈસમો સામ ગુનો નોંધાવ્યો છે.

 

 

(4:37 pm IST)