Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

નડિયાદ-ઇન્દોર હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે મહિલા મોતને ભેટી

મહેમદાવાદ:મહેમદાવાદ-નડિયાદ રોડ ઉપર આજે સવારે દેવકી વણસોલ રોડ પરથી એક મહિલા ચાલતી જતી હતી ત્યારે અજાણ્યો વાહન ચાલક પૂરઝડપે હંકારી રાહદારીને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ગંભીર ઈજા પામેલ અજાણી મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રમેશભાઈ ડાહ્યાભાઈ ચૌહાણની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 


જ્યારે બીજા બનાવમાં ડાકોર-સેવાલિયા રોડ ઉપર ઠાસરા ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી. બસ મોટર સાયકલ સાથે અથડાઈ હતી. જેથી બાઈક સવાર દંપતીને રોડ ઉપર ફંગોળાઈ જતા ગંભીર ઈજા થઈ હતી. જેમાં બાઈક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે ગંભીર ઘવાયેલ મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે હજુ સુધી ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી.
 

(4:36 pm IST)