Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આંકલાવ પોલીસ મથક નજીકથી વિદેશી દારૂની બે બોટલો સાથે ચાલકની અટકાયત

આંકલાવ: પોલીસે રેલવે સ્ટેશન પાસેથી એક મેસ્ટ્રો ચાલકને વિદેશી દારૂની બે બોટલો સાથે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ઘરી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ પોલીસ પેટ્રોલીંગ કરતી કરતી રેલવે સ્ટેશન તરફ જતા ત્યાં ઉભેલ એક મેસ્ટ્રો ચાલક પોલીસને જોઈને ભાગવા જતો હતો જેથી પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને મેસ્ટ્રોની તલાશી લેતાં ડીકીમાંથી વિદેશી દારૂની બે બોટલો મળી આવી હતી. જેની કિંમત ૧૦૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પુછતાં તે પ્રીતેશ ઉર્ફે ભલો રમેશભાઈ પટેલ (રે. નવાખલ રોડ)નો હોવાનું ખુલવા પામ્યું હતુ.

તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂ આંકલાવના વિજયભાઈ રમણભાઈ પઢિયાર પાસેથી લાવીને વિકાસભાઈ પ્રવિણભાઈ પટેલને આપવા માટે જઈ રહ્યો હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(4:35 pm IST)