Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ગૌતમ શાહને ઔડાના ચેરમેન પદે નિયુકત કરાય તેવી શકયતા

અમદાવાદના મેયર પદની ટર્મ પૂરી થયા બાદ

રાજકોટ તા. ૧પ : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયર પદેથી ટર્મ પુરી કરનાર ભાજપના શાસકોને રાજય સરકારના બોર્ડ નિગોમોમાં મહત્વના સ્થાનો આપવામાં આવ રહ્યા છે. એ જોતા હાલના મેયર ગૌતભાઇ શાહની ૧૪મી જુનના રોજ અઢી વર્ષની મુદત પુરી થઇ છે એ પછી તમેને અમદાવાદ શહેરી સત્તા વિકાસ મંડળ (ઔડાના ચેરમેન પદે નિયુકિત કરવામાં આવશે. એવી એક ચર્ચાએ ભાજપના વર્તુળોમાં જોર પકડયું છે.

દેખીતી રીતે જ ઔડાનું ચેરમેનપદ સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્રભાઇ પટેલને વિધાનસભાની ટિકીટ આપ્યા બાદ હાલ ખાી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીા નિકટતમ એવા અસિત વોરાને મેયરપદની સમાપ્તિ બાદ ગુજરાત ગૌણસેવા મંડળના ચેરમેનપદે નિયકુત કરવામાં આવ્યા છે. જેની મુદત ૬ વર્ષની છે.

આ દોરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નિકટતમ એવા ગૌતમભાઇ શાહને પણ મેયરપદની ટર્મ સમાપ્તિ બાદ ઔડાના ચેરમેનપદે નિયુકત કરવામાં આવશે.

ભુતકાળમાં ભાજપના મેયરો ડો. મુકુલભાઇ શાહને ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે અને પ્રફુલ્લભાઇ બારોટને ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેનપદે નીમવામાં આવ્યા હતા એમ પૂર્વ મેયર અમિત શાહને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી જે તેમણે સામેથી પરત કરીને મ્યુનિ. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન પદનો સ્વીકાર કર્યોહતો.

ત્યારે પથમ મહિલા મેયર શ્રીમતી ભાવનાબહેન દવેને સુરેન્દ્રનગરની લોકસભાની ટિકીટ આપવામાં આવી હતી. સાંસદ પદ બાદ ગુજરાત સમાજ કલ્યાણ બોર્ડના ચેરમેનપદે નિયુકિત કરવામાં આવી હતી. હાલ તેઓ પાઠયપુસ્તક મંડળના ચેરમેન છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ ભાજપના હાઇકમાન્ડ સાથે નજદિકીયા ધરાવતા મ્યુનિ. ના હોદ્ેદારોને રાજય સરકારના ઉચ્ચસ્થાનો પર હોદા આપીને એક રીતે પોતાના જૂથો મજબુત બનાવવાનો આ દોર જયારથી ભાજની ગુજરાતમાં સરકાર બની ત્યારથી ચાલ્યો આવ્યો છે.

(2:41 pm IST)