Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

અમદાવાદ ટ્રાફિક પોલીસને અપાયા સ્પેશિયલ માસ્ક :વાયુ પ્રદૂષણથી બચાવશે

અમદાવાદ :વાયુ પ્રદૂષણની હાનિકારક અસરથી બચવા માટે અમદાવાદના ટ્રાફિક પોલીસ કર્મચારીઓને સ્પેશ્યલ માસ્ક આપવામાં આવ્યા છે. આ માસ્કનું મટિરિયલ અમદાવાદ ટેક્સટાઈલ રિસર્ચ અસોસિએશન(ATIRA)એ નેનો-ફાયબરની મદદથી તૈયાર કર્યું છે

  આ ટેક્નોલોજી ATIRA દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. જ્યારે માસ્કની ડિઝાઈન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન(NID), અમદાવાદના વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે.

(1:14 pm IST)