Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો :અંબાજી-દાંતામાં ધૂળની ડમરીઓ ઉડી :ભિલોડા,ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં કમોસમી વરસાદ

અમદાવાદ ;રાજ્યમાં આજે સાંજે વાતાવરણ પલટો જોવાયો હતો ઉત્તર ગુજરાતમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતનાં અંબાજી-દાંતામાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડુનાં આવ્યું હતું. તો ભીલોડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો ઉપરાંત ખેડબ્રહ્મા અને વડાલી આસપાસનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટા સાથે એકાએક વરસાદ આવ્યો હતો.

(9:50 pm IST)