Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

નેત્રંગ તાલુકામાં વિજિલન્સ ટીમના દરોડા :760 જેટલા વીજ જોડાણોમાં ચેકીંગ : 42 જગ્યાએ 7,50 લાખની ચોરી ઝડપાઇ

તાલુકાના કેલ્વીકુવા, બોડીયા, બલડવા, આટખોલ, બોરખાડી, ચાસવડ, ઝરણા, કોયલકમાંડવી, પીંગોટ, થવા, કાકડકુઇ, મૌઝા, ધોલેખામ, મુંગજ, મચામડી, ગાલીબા, વાલપોર, ઊંડીકુરી સહિતના ગામોમાં ચેકીંગ

નેત્રંગ તાલુકામાં વહેલી સવારથી જ 37 જેટલી વીજીલન્સની ટીમ, પોલીસ બંદોબસ્ત સાથે તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં ૭૬૦ જેટલા ઘર વપરાશ અને જ્યોતિગ્રામ વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 42 સ્થળોએથી વીજ ચોરી ઝડપાયી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ હતી.

   જાણવા મળતી વિગત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વીજચોરીને ડામવા દરોડા પાડી નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા, બોડીયા, બલડવા, આટખોલ, બોરખાડી, ચાસવડ, ઝરણા, કોયલકમાંડવી, પીંગોટ, થવા, કાકડકુઇ, મૌઝા, ધોલેખામ, મુંગજ, મચામડી, ગાલીબા, વાલપોર, ઊંડીકુરી, મોરીયાણ, દતનગર, ભેંસખેતર અને બેડોલી જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં વહેલી સવારથી જ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

  તાલુકાના ગામોમાં ૭૬૦ જેટલા ઘર વપરાશ અને જ્યોતિગ્રામ વીજ જોડાણોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન વિજીલન્સ ટીમે ૪૨ જગ્યાએથી રૂપિયા ૭.૫૦ લાખની વીજચોરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે વીજ જોડાણો રદ્દ કરવા જેવી કડક હાથીની કાર્યવાહી કરી હતી.

(8:13 pm IST)