Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

રેમડેસિવિરને લઈને રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય :હવે રેપિડ એન્ટિજન ટેસ્ટના આધારે મળશે ઇન્જેક્શન: RT PCR ફરજીયાત નહીં

HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે મળી શકશે ઈન્જેક્શન : આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પરિપત્ર કર્યો જાહેર

રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવાયો છે  હવે રેમડીસિવિર માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નહીં HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે રેમડેસીવીર  ઈન્જેક્શન મળશે આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પરિપત્ર જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે

(8:36 pm IST)
  • દ્વારકાના વધુ બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર : બેરાજા અને બેહ ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. સવારે ૮ થી ૨ વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે. બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો. એક પછી એક ગામો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળતા સ્વૈચ્છિક લોકડાઉનવાળા ગામોનો આંક ૧૭ પર પહોંચ્યો છે. access_time 5:53 pm IST

  • બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા (સિનિયર પુરુષ કેટેગરી) માટે ઓક્ટોબર 2020 થી સપ્ટેમ્બર 2021 ના ​​સમયગાળા માટે વાર્ષિક કરારની ઘોષણા કરી : ગ્રેડ A+ માં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રોહિત શર્મા નો સમાવેશ કરાયો access_time 11:28 pm IST

  • દેશમાં કોરોના કેસમાં ભયાનક ઉછાળો :પહેલીવાર નવા કેસનો આંક 2 લાખ નજીક પહોંચ્યો : તમામ રેકોર્ડ તૂટયા : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,99,376 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,40,70,890 થઇ :એક્ટિવ કેસ 14,65,877 થયા : વધુ 93,418 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,24,26,146 સાજા થયા :વધુ 1037 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,73,152 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,952 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 20,439 કેસ, દિલ્હીમાં 17,282 કેસ , છત્તીસગઢમાં 14,250 કેસ અને કર્ણાટકમાં 11,265 કેસ નોંધાયા access_time 1:12 am IST