Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

તારાપુર તાલુકાના મોરજ ગામની સીમમાં વહેલી સવારે ડાંગના ખેતરમાં આગ ભભૂકતા અફડાતફડી મચી જવા પામી

આણંદ:જિલ્લાના તારાપુર તાલુકાના મોરજ ગામની સીમમાં આજે વહેલી પરોઢના સુમારે ખેતરમાં મુકેલ ડાંગરની ગાંસડીઓમાં આગ ફાટી નીકળતા ભારે અફડા-તફડી મચી હતી. અંગે આણંદ ફાયરબ્રિગેડને જાણ થતાં આણઁદ, ખંભાત તથા સોજિત્રાની ફાયરની ટીમો તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે વિકરાળ આગના કારણે પુળાની ગાંસડીઓ સહિતની મશીનરી આગમાં બળીને ખાખ થઈ જતા લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું હતું.

તારાપુરના મોરજ ગામની સીમમાં બુધેજ ગામના ગણપતભાઈ ડાંગરના પૂળાની ગાંસડીઓનો વેપાર કરે છે. તેઓએ ખેતરમાં ખુલ્લી જગ્યામાં ડાંગરના પૂળાની ગાંસડીનો જથ્થો મુક્યો હતો. દરમ્યાન આજે વહેલી પરોઢના સુમારે ઝડપી પવન ફુંકાતા ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનમાં સ્પાર્ક થવાના કારણે વીજળીના તણખાં પૂળાની ગાંસડીઓમાં પડતા આગ ફાટી નીકળી હતી. થોડી મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાને પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

 પરંતુ તેજ પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપધારણ કરતા ખંભાત, આણંદ અને સોજિત્રાના ફાયરબ્રિગેડોને ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની ટીમો તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લગભગ ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે ભીષણ આગના કારણે ડાંગરના પૂળાની ગાંસડીઓ તેમજ અન્ય મશીનરી આગમાં બળીને ખાખ થઈ જતા લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું હતું.

(5:44 pm IST)
  • પોરબંદરના લોહાણા અગ્રણીનો કોરોનાએ જીવન દીપ બુઝાવ્યો : પોરબંદર લોહાણા હિતેચ્છુ મંડળના પ્રમુખ અને નિર્ણાયક સાપ્તાહિકના તંત્રી શ્રી દિલીપભાઈ ધામેચાનું રાજકોટની હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. કોરોના વેકસીનના બંને ડોઝ તેમણે લઈ લીધા હતા. છેલ્લા ૧૦ દિવસથી તેઓ સારવાર લઈ રહ્યા હતા અને બાદમાં છેલ્લે વેન્ટીલેટર ઉપર હતા. અત્યારે સાંજના સમયે તેમના માતુબરી અને તેમના પત્નિ પોરબંદરથી રાજકોટ આવવા નીકળયા છે : (પરેશ પારેખ પોરબંદર દ્વારા) access_time 5:54 pm IST

  • દેશમાં કોરોનાનો વ્યાપ વિકરાળ થતો જાય છે : છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 2,16,669 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ એક દિવસીય વધારો છે અને આજે 1,173 નવા દુઃખદ મૃત્યુ દેશમાં નોંધાયા છે. access_time 12:02 am IST

  • દિલ્હી કોમી તોફાનોના મામલામાં દિલ્હી કોર્ટે ઉમર ખાલિદને જામીન આપ્યા : જેલમાંથી છૂટયા બાદ તેને આરોગ્ય સેતુ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાનો કોર્ટે નિર્દેશ કર્યો : ખાલિદનું 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ચાંદ બાગ પુલિયા નજીક મુખ્ય કારવાલ નગર રોડ પર થયેલી હિંસા સંદર્ભે નોંધાયેલી એફઆઈઆરમાં નામ આપવામાં આવ્યું હતું. access_time 7:40 pm IST