Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યના તમામ રીજિયોનલ કમિશનર, નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખ સાથેની કોરોનાની કામગીરી અંગેની વીડિયો કોન્ફરન્સ

રાજકોટ : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યના તમામ રીજિયોનલ કમિશનર, નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખ સાથેની કોરોનાની કામગીરી અંગેની વીડિયો કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી રાજ્યની તમામ નગરપાલિકાઓ હેઠળના વિસ્તારમાં કોરોનાની સ્થિતિ, સંલગ્ન કામગીરી, તેના નિયંત્રણ માટે લીધેલા પગલાં અને આગામી આયોજન અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન- સૂચનાઓ આપશે.આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ કે દાસ, મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, હાઉસિંગ વિભાગના સચિવશ્રી, GUDMના એમ.ડી. તેમજ મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારીશ્રી જોડાયા છે.

(4:49 pm IST)
  • દ્વારકાના વધુ બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર : બેરાજા અને બેહ ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. સવારે ૮ થી ૨ વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે. બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો. એક પછી એક ગામો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળતા સ્વૈચ્છિક લોકડાઉનવાળા ગામોનો આંક ૧૭ પર પહોંચ્યો છે. access_time 5:53 pm IST

  • દેશમાં કોરોનાનો વ્યાપ વિકરાળ થતો જાય છે : છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 2,16,669 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ એક દિવસીય વધારો છે અને આજે 1,173 નવા દુઃખદ મૃત્યુ દેશમાં નોંધાયા છે. access_time 12:02 am IST

  • ચેન્નાઈના વિવિધ વિસ્તારોમાં આજે ૧ થી ૩ ઈંચ સુધીનો વરસાદ ગાજવીજ સાથે ત્રાટકયો છે access_time 5:53 pm IST