Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સુરતના આરોગ્ય અધિકારી ડો. પ્રદિપ ઉમરીગરને કોરોના

સુરત, તા. ૧પ :  બુધવાર સુરત શહેરના આરોગ્યની જવાબદારી જેના શિરે છે તેવા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી કોરોના પોઝિટિવ થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર લઈને આઇસોલેસન થયા છે. સુરતમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ સુરતીઓને કોરોનાથી બચાવવા માટેની કામગીરી કરતા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર આજે કોરોના પોઝિટિવ થયા છે.

(3:55 pm IST)
  • દેશમાં કોરોના કેસમાં ભયાનક ઉછાળો :પહેલીવાર નવા કેસનો આંક 2 લાખ નજીક પહોંચ્યો : તમામ રેકોર્ડ તૂટયા : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,99,376 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,40,70,890 થઇ :એક્ટિવ કેસ 14,65,877 થયા : વધુ 93,418 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,24,26,146 સાજા થયા :વધુ 1037 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,73,152 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,952 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 20,439 કેસ, દિલ્હીમાં 17,282 કેસ , છત્તીસગઢમાં 14,250 કેસ અને કર્ણાટકમાં 11,265 કેસ નોંધાયા access_time 1:12 am IST

  • ભારત બાયોટેકના કોવેક્સિન રસીના નિર્માણ માટે કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રની હેફકીન સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે : રસીના પ્રોડક્શનને વેગ મળશે access_time 11:47 pm IST

  • ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણી મોકૂફ રાખવામાં નહીં આવે : આવતીકાલ ગુરુવારે 18 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન : મીડિયા પર પંચાયતની ચૂંટણી મોકૂફ કરવાની ચાલી રહેલી અફવા ઉપર પૂર્ણવિરામ access_time 8:35 pm IST